Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતીય વાયુસેનાના ચીફે MiG-21 ઉડાવી કારગિલ શહીદને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

ભારતીય વાયુસેનાના ચીફે MiG-21 ઉડાવી કારગિલ શહીદને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

0
472

ભારતીય વાયુસેનાના ચીફ બીએસ ધનોઆએ સોમવારે કારગીલ યુદ્ધમાં શહીદ સ્ક્વેડ્રન લીડર અજય આહુજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારતીય વાયુસેનાના ચીફે મિગ-21 વિમાન ઉડાવીને અજય આહુજાને યાદ કર્યા. તેમણો પંજાબના ભિસિયાના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. જેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પ્લેન ઉડાવી રહ્યા છે. આ દરમિયાન એરમાર્શલ આર નાંબિયારે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આહુજા પાકિસ્તાન વિરૂદ્ધ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થઈ ગયા હતા. આહુજા ‘સફેદ સાગર ઓપરેશન’ જેને કારગિલ યુદ્ધ દરમિયાન હવાઈ વિસ્તાર દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જેમાં તેઓ સામેલ હતો. ‘સફેદ સાગર ઓપરેશન’ અંતર્ગત વાયુસેનાને પહાડી વિસ્તારો પર હવાઈ હુમલા કરીને દુશ્મને સેનાને પાછી પાની કરવા મજબૂર કર્યા હતા. ધનોઆ તે દરમિયાન 17માં સ્ક્વેડ્રનમાં કમાન્ડિંગ ઓફિસર રહ્યા હતા.

અજય આહુજા 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની બર્બરતાનો શિકાર બન્યા હતા. આહૂજા મિગ-21 વિમાન ઉડાવી રહ્યા હતા. 27મીં મેં 1999માં યુદ્ધ દરમિયાન આહૂજાને પ્લેનને જમીન પરથી હવામાં વાર કરતી મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હકિકતમાં આહૂજા ફ્લાઈટ લેફ્ટિનેન્ટ કે નચિકેતાના ગુમ થયેલ મિગ-27 વિમાનની શોધખોળ કરી રહ્યા હતા.

મિસાઈલ હુમલા બાદ આહૂજાએ પ્લેનથી પોતાને અલગ કરી દીધા હતા, જે બાદ પાકિસ્તાનની પકડમાં આવ્યા બાદ તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જે કો પાકિસ્તાને બાદમાં આહૂજાનો મૃતદેહ ભારતને સોંપી દીધો હતો.

તેમના મૃતદેહ પર નજીકથી ગોળી મારવાના નિશાન મળી આવ્યા હતા. જેથી સ્પષ્ટ થયું કે, તેમને જિવીત પકડવામાં આવ્યા હતા અને બાદમાં ગોળી મારી દેવામાં આવી હતી. આહૂજાને 15 ઓગસ્ટ,1999ના રોજ મરણોપરાંત વીર ચક્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.