Gujarat Exclusive > રાજનીતિ > ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સાંસદની ભાજપને ચિમકી, કહ્યું- ‘ટિકીટ ના મળી તો…’

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સાંસદની ભાજપને ચિમકી, કહ્યું- ‘ટિકીટ ના મળી તો…’

0
350

ભાજપના સાંસદ ઉદિત રાજે મંગળવારે સવારે જણાવ્યું કે, જો તેમને લોકસભાની ટિકીટ આપવામાં નહીં આવે, તો તેઓ પાર્ટી સાથે છેડો ફાડી નાંખશે અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીની લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે.

ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠક પરથી વર્તમાન સાંસદ ઉદિત રાજે જણાવ્યું કે, તેઓ પાર્ટીના જવાબ માટે થોડો સમય રાહ જોશે અને પચી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરશે.

રાજે જણાવ્યું કે, હું ટિકીટની રાહ જોઈ રહ્યો છું. જો મને ટિકીટ નહી મળે તો હું પાર્ટીને રામ-રામ કહી દઈશ. અગાઉ પણ મોડી રાત્રે ઉદિત રાજ પોતાના સમર્થકો સાથે દિલ્હી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

પંજાબી ગાયક હંસરાજ હંસને ઉત્તર પશ્ચિમી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવાની શક્યતા છે. હંસરાજ હંસ પણ પાર્ટીના અન્ય નેતાઓ સાથે ભાજપના કાર્યાલયમાં જોવા મળ્યા હતા.

ઉદિત રાજે જણાવ્યું કે, તેમણે વડાપ્રધન મોદી અને અમિત શાહ સાથે ટિકીટ બાબતે વાત કરવાની કોશિષ કરી હતી, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નથી. તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાં મેં સારૂ કાર્ય કર્યું છે, તો શું ભાજપ દલિત વિરોધી છે. ટીકીટ મામલે મેં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સાથે પણ વાત કરી હતી. મનોજ તિવારીએ તેમને આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેમનું નામ ગાયબ હોવાથી ઉદિત રાજ નારાજ થયા છે.