Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદીજી મને પસંદ પણ હાલ ભારત સાથે કોઈ ટ્રેડ ડીલ નહીં: ડોનાલ્ડ ટ્રમ્પ

મોદીજી મને પસંદ પણ હાલ ભારત સાથે કોઈ ટ્રેડ ડીલ નહીં: ડોનાલ્ડ ટ્રમ્પ

0
853

વૉશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર સંકટના વાદળો મંડરાયા છે, કારણ કે ટ્રમ્પે ખુદ ટ્રેડ ડિલ પર આશંકા વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ ભારતની સાથે એક મોટી ટ્રેડ ડિલ કરવા માંગે છે, પરંતુ તેઓ નથી જાણતા કે તે અમેરિકન ચૂંટણી પહેલા થઈ શકશે કે કેમ? જો કે ટ્રમ્પે વડાપ્રધાન મોદી અંગે કહ્યું કે, તેઓ તેમને ખૂબ જ પસંદ કરે છે.

જણાવી દઈએ કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીથી ભારતના પ્રવાસ પર આવી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને ભારત વચ્ચે આ દરમિયાન અનેક દ્વિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે. ટ્રમ્પને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે, અમે ભારત સાથે એક મોટી ટ્રેડ ડિલ કરવા માંગીએ છીએ અને અમે કરીશું. મને નથી લાગતુ કે, આ ડિલ અમેરિકી ચૂંટણી પહેલા શક્ય થઈ શકે છે. જો કે અમેરિકા ભારત સાથે મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યાં છીએ.

ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સબંધો અંગે ટ્રમ્પે જણાવ્યું કે, ભારતે અમારી સાથે સારો વ્યવહાર નથી કર્યો, પરંતુ તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા જણાવ્યું કે, તેમને ભારતના પ્રવાસથી ઘણી આશાઓ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી પસંદ છે. PM મોદીએ મને જણાવ્યું હતું કે, ભારત પ્રવાસ દરમિયાન એરપોર્ટથી આયોજન સ્થળ મોટેરા સ્ટેડિયમ વચ્ચે અંદાજે 70 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ હશે. હું મારા ભારત પ્રવાસને લઈને ઉત્સાહીત છુ.

ગુજરાત: ભાજપના ધારાસભ્યએ CM રુપાણીને લખ્યો પત્ર, ગયા મહિને જ આપ્યું હતું રાજીનામું