Gujarat Exclusive > રાજનીતિ > હાં..હું પાકિસ્તાની છું! ભારત મોદી-શાહના બાપનું નથી: કોંગ્રેસ નેતા

હાં..હું પાકિસ્તાની છું! ભારત મોદી-શાહના બાપનું નથી: કોંગ્રેસ નેતા

0
1124

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના એક નિવેદન બાદ દેશના રાજકારણમાં તેજ હલચલ જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળના નોર્થ પરગણા જિલ્લામાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, મને પાકિસ્તાની કહીને બોલાવવામાં આવે છે. આજે હું કહેવા માંગુ છું કે, હું પાકિસ્તાની છું. તમારે જે કરવું હોય, તે કરી શકો છો. આજે આપણા દેશમાં કોઈ સાચી વાત નથી કહી શકતું કારણ કે, જો તમે સાચી વાત કહેશો, તો તમને દેશદ્રોહી માનવામાં આવશે. આજે આપણે ક્યાં રહી રહ્યાં છીએ? આપણને એ જ કરવા કહેવામાં આવે છે, જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહે છે. આ દેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહના બાપનું નથી. ભારત કોઈના બાપની સંપત્તિ નથી. તે બન્ને જણાએ આ વાત સમજવી જોઈએ.

અગાઉ અધીર રંજન ચૌધરીએ જમ્મુ-કાશ્મીર પોલીસના ધરપકડ કરવામાં આવેલા DSP દેવેન્દ્ર સિંહના બહાને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ચૌધરીએ જણાવ્યું હતું કે, દેવેન્દ્ર સિંહનની જગ્યાએ ખાન હોત તો RSSની ટ્રોલ આર્પી આ મુદ્દાએ ઘણો ઉછાળતી. અધીર રંજનના આ નિવેદનથી ખુબ જ વિવાદ ઉભો થયો હતો. આખરે કોંગ્રેસને સ્પષ્ટતા કરવી પડી કે, આ નિવેદન તેમનું અંગત હતું.

જમ્મુ-કાશ્મીર માંથી આર્ટીકલ 370 નાબુદ કરવા સબંધી ચર્ચા દરમિયાન લોકસભામાં પણ અધીર રંજન ચૌધરીએ પોતાની પાર્ટી કોંગ્રેસની જ ફજેતી કરી હતી. તેમણે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સમસ્યાને આંતરરાષ્ટ્રીય ગણાવી હતી. જે બાદ સોનિયા ગાંધી પણ તેમનાથી નારાજ થઈ ગયા હતા.

ભાજપે અધિર રંજન ચૌધરીના આ નિવેદન પર હંગામો કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહને ઘુસણખોર ગણાવ્યા હતા. જેના પર પણ ખુબ જ વિવાદ થયો હતો.

VIDEO: બળાત્કારી નિત્યાનંદ પર ઓળઘોળ અમદાવાદી રશ્મી શાહે કહ્યુ, ‘I Love You..!’