Gujarat Exclusive > દેશ-વિદેશ > “હું આતંકવાદી નથી”: પંજાબના CM ચન્નીનો આરોપ, PMની યાત્રાને કારણે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી રદ કરી

“હું આતંકવાદી નથી”: પંજાબના CM ચન્નીનો આરોપ, PMની યાત્રાને કારણે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી રદ કરી

0
5

ચંદીગઢ: પંજાબ ચૂંટણી 2022: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે તેમને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીમાં ભાગ લેવાથી વંચિત રાખવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

CMએ ગુસ્સામાં કહ્યું, ‘ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી છે, તે આતંકવાદી નથી કે તમે તેમને હોશિયારપુર જવાથી રોકી રહ્યાં છો. આ કોઈ રીત નથી. અહેવાલો મુજબ, CMએ તેમના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી મળે તે માટે એક કલાકથી વધુ સમય સુધી રાહ જોઈ કારણ કે પીએમની જલંધરની મુલાકાતને કારણે ‘નો ફ્લાય ઝોન’ લાદવામાં આવ્યો હતો.

ચન્ની રાહુલ ગાંધીની હોશિયારપુર રેલીમાં હાજરી આપવા માટે ચંદીગઢથી ઉડાન ભરવાના હતા પરંતુ આખરે હેલિપેડ પરથી જ પરત ફરવું પડ્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીએમ ચન્નીને ટાંકીને કહ્યું કે, ‘હું સવારે 11 વાગ્યે ઉનામાં હતો પરંતુ પીએમ મોદીની હિલચાલને કારણે અચાનક ફ્લાઈટ (હોશિયારપુર) જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. હું હોશિયારપુરમાં રાહુલ ગાંધીની રેલીમાં ભાગ લઈ શક્યો નહોતો. મારી પાસે ઉતરવાની પરવાનગી હતી. જો કે ચન્ની હોશિયારપુર જઈ શક્યા ન હતા, પરંતુ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને હોશિયારપુરમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી હતી.

પંજાબના વરિષ્ઠ કોંગ્રેસી નેતા સુનીલ જાખરે કહ્યું કે, ‘CM અહીં આવવાના હતા પરંતુ આ સરકારે ચરણજીત સિંહ ચન્નીને હેલિકોપ્ટરથી હોશિયારપુર આવવાની પરવાનગી રદ કરી છે તે શરમજનક છે. જો ચૂંટણી પંચ આની નોંધ નહીં લે તો હું સમજીશ કે આ ચૂંટણી એક તમાશો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat