Hyundai Launch New Aura: હ્યૂંડઇ મોટર ઇન્ડિયાએ પોતાની કૉમ્પેક્ટ સેડાન ઓરાને લૉન્ચ કરી છે, જેની કિંમત 6.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર નવી હ્યૂંડાઇ ઓરાની કિંમત 6.29 લાખ રૂપિયાથી શરૂ થઇને 8.57 લાખ રૂપિયા સુધી જાય છે.
Advertisement
Advertisement
નવી ઓરા પેટ્રોલ અને સીએનજી ફોર્મેટમાં ઉપલબ્ધ છે, ડીઝલ ફોર્મેટને હટાવી દેવામાં આવ્યુ છે. કંપનીએ કહ્યુ કે આ કારમાં 30થી વધુ સુરક્ષા યોગ્યતા છે જેમાં ચાર એરબેગ તો માનક ફિટમેન્ટ તરીકે હાજર છે અને વિકલ્પમાં 6 એરબેગ પણ છે.
હ્યૂડઇ મોટર ઇન્ડિયાના ડિરેક્ટર અનસૂ કિમે નિવેદનમાં કહ્યુ, અમે આધુનિક ભારતીય પરિવારો માટે વિશ્વ સ્તરીય ઉત્પાદન રજૂ કરવાની દિશામાં કામ કર્યુ છે જેમાં સુરક્ષાની યોગ્યતા એવી છે જે પહેલા ક્યારેય જોવા નથી મળી.
Advertisement