Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ઘરે બેઠા ઓર્ડર કરો Creta, i20 જેવી Hyundaiની કાર, કંપનીએ લોન્ચ કર્યું ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ

ઘરે બેઠા ઓર્ડર કરો Creta, i20 જેવી Hyundaiની કાર, કંપનીએ લોન્ચ કર્યું ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ

0
398

હ્યુન્ડાઇ(Hyundai)એ પોતાના ઓનલાઈન સેલ્સ પ્લેટફોર્મ ‘ક્લિક ટૂ બાઈ’ લોન્ચ કર્યું છે. તેનાથી ગ્રાહક ઘરે બેઠા ઓનલાઈન Hyundaiની કાર ઓર્ડર કરી શકે છે. કંપનીએ આ પ્લેટફોર્મને હાલ પાયલોટ આધાર પર દિલ્હી-NCRના કેટલાક ડીલર્સની સાથે રજુ કર્યું છે. ઓનલાઈન ખરીદી માટે Hyundaiની બધી કારો ઉપલબ્ધ રહેશે. કંપનીનું કહેવુ છે કે, આ હ્યુન્ડાઇની ડીલરશીપ માટે વધારાની સેલ્સ ચેનલ હશે. ઓનલાઈને પ્લેટફોર્મ જલ્દી ભારતમાં બધા જ Hyunda ડીલરશીપની સાથે જોડાઇ જશે.

હ્યુન્ડાઇનું કહેવુ છે કે, ક્લિક ટૂ બાઈ ઓનલાઈન પ્લેટફોર્મ ગ્રાહકોને કાર ખરીદવા ડિજિટલ અનુભવ પ્રદાન કરશે. તેના માટે તેમણે ખાલી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગ્રાહક ઓનલાઈન હાજર મોડલ્સમાંથી પોતાની પસંદગીની કાર નક્કી કરી શકશે અને ઈન્ટીરિયર વિકલ્પ, એક્સટીરિયર કલર વિકલ્પ અને ફાઈનેન્સિગ વિકલ્પ પણ નક્કી કરી શકશે. પ્રોસેસ દરમિયાન પર્સનલાઈઝ એસિસ્ટેન્ટના વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગ્રાહક સેલ્સ રિપ્રેજન્ટેટિવનો પણ કોન્ટેક્ટ કરી શકશે, ડિલીવરી વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. જેમાથી ગ્રાહક પોતાની સગવડ પ્રમાણે નક્કી કરી શકશે. તે કાર ઘરે પહોંચાડશે કે નહીં તે પસંદ કરી શકશે અથવા તે પોતે ડીલરશીપમાંથી લેશે.

Googleએ ક્રોમ સપોર્ટ એપ્સને બંધ કરવાની કરી જાહેરાત, આ છે ટાઇમલાઇન