Gujarat Exclusive > દેશ-વિદેશ > Swiggyના મુસ્લિમ ડિલીવરી બૉય પાસેથી ફૂડ લેવાનો કર્યો ઈન્કાર, ગ્રાહક વિરૂદ્ધ FIR

Swiggyના મુસ્લિમ ડિલીવરી બૉય પાસેથી ફૂડ લેવાનો કર્યો ઈન્કાર, ગ્રાહક વિરૂદ્ધ FIR

0
500

તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં ડિલીવરી બૉય સાથે તેનો ધર્મ પૂછીને ફૂડ મંગાવ્યુ અને બાદમાં તે મુસ્લિમ હોવાને કારણે ફૂડ લેવાનો ઈન્કાર કરવા મામલે પોલીસે એક શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મળતી મહિતી અનુસાર, મુસ્લિમ ડિલીવરી બૉય પાસેથી ફૂડ લેવાનો ઈન્કાર કરનાક આ શખ્સ વિરુદ્ધ ફુડ ડિલીવરી કંપની સ્વિગી (Swiggy)ના કર્મચારીએ FIR દાખલ કરાવી હતી.

હૈદરાબાદના અલીબાદમાં સ્વિગીના મુસ્લિમ ડિલીવરી બૉય મુદસ્સિર દ્વારા ફૂડ લેવાનો ઈન્કાર કરનાર અજય કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે મુદસ્સિરે ફરિયાદ દાખલ કરાવી હતી. જેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે, અજયે ફૂડ ડિલીવરી આપવા આવેલા મુસ્લિમ યુવકના હાથેથી ડિલીવરી લેવાનો ઈન્કાર કર્યો હતો.

શું છે સમગ્ર મામલો

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપી ગ્રાહક અજય કુમારે ગુરૂવારે સ્વિગીથી ઓનલાઈન ફૂડ (ચિકન) ઓર્ડર કર્યું હતું. જો કે જ્યારે મુસ્લિમ યુવક ડિલીવરી કરવા પહોંચ્યો તો અજયે તેના ધર્મ વિશે પૂછ્યુ હતું. જ્યારે તેણે પોતાનું નામ મુદસ્સિર સુલેમાન જણાવ્યું, તો ગ્રાહકે તેના હાથેથી ફૂડ લેવાનો ઈન્કાર કર્યો હતો અને ફૂડ પરત લઈ જવા જણાવ્યું હતું.

આ દરમિયાન આ ઘટના અંગે ‘મજલિસ બચાઓ તહરીક’ના અધ્યક્ષ અમઝદ ઉલ્લા ખાએ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. જે બાદ આ મામલે હોબાળો થયો હતો.

CBIના પૂર્વ ચીફ આલોક વર્માની હાલત કેમ કફોડી થઈ?