Gujarat Exclusive > દેશ-વિદેશ > હૈદરાબાદ પોલીસે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની કરી ધરપકડ

હૈદરાબાદ પોલીસે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની કરી ધરપકડ

0
509

ભીમ આર્મીના ચીફ અને નાગરિકતા કાયદાની વિરૂદ્ધ પદર્શન કરી રહેલા ચંદ્રશેખર આઝાદને ફરીવાર ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને હૈદરાબાદ પોલીસે અટકાયત કરી છે. જાણવા મળી રહ્યં છે કે, ચંદ્રશેખર આઝાદ હૈદરાબાદના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાઈન્સ (TISS) પહોંચ્યા હતાં. ત્યાથી તેમની પોલીસે ધરપકડ કરી છે.

ચંદ્રશેખર આઝાદને TISSમાં વિદ્યાર્થીઓને સંબોધવા ગયા હતા, પરંતુ તે પહેલસા તેમને પોલીસે અટકાયત કરી લીધી હતી. ચંદ્રશેખર આઝાદે ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, તેમની અટકાયત કરી લેવામાં આવી છે. પરંતુ હજુ સુધી કસ્ટડીની વાત સામે આવી નથી.

ચંદ્રશેખર આઝાદની ધરપકડ બાદ હૈદરાબાદ પોલીસે કહ્યું કે, લંગરહાઉસ થાનાક્ષેત્રમાં આઝાદે CAA અને NRC વિરૂદ્ધ પ્રદર્શનમાં શામેલ થયા હતા, પરંતુ પ્રદર્શનકારીઓને તેના માટે પરવાનગી લીધી ન હતી.

ચંદ્રશેખર આઝાદ સતત મોદી સરકાર અને નાગરિકાતા કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમને જેલમાંથી બાહર આવ્યા બાદ પણ શાહીન બાદ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો અને ક્હ્યું હતું કે, આવી હજારો શાહીન બાગ બનાવવી જોઈએ.

આઝાગે શાહીન બાગ પહોંચીને કહ્યું હતું કે,“મે ઇતિહાસમાં જલિયાંવાલા બાગ સાંભળ્યું હતું. હવે શાહીન બાગ સાભળ્યું છે.આ એક બિન-રાજકીય ચળવળ છે. આવુ આંદોલન વારંવાર નથી થતા. ગૃહ મંત્રી અમિત શાહ કહે છે કે હું એક ઇંચ પણ પાછો નહીં લઉં, લોકો પણ પાછળ નહી હટે. આ લોકશાહીની ભાષા હોઈ શકે નહીં. જો સરકાર નહીં સાંભળે તો આગામી 10 દિવસમાં શાહીન બાગ જેવા 5000 પ્રદર્શન સ્થળો બનાવવામાં આવશે.જ્યારે હું જેલમાં હતો ત્યારે દિલ્હીમાં ઠંડીએ 112 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ પ્રદર્શનએ તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે.”

બંધારણ સંશોધન જેણે દેશ પાસેથી પ્રજાસત્તાક અને લોકશાહી હોવાનો હક છીનવી લીધો