Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુહાગરાતે પતિ દારૂ પીને આવ્યો, માસિકના દિવસોમાં પણ બળજબરીપૂર્વક બાંધ્યા શરીર સબંધ

સુહાગરાતે પતિ દારૂ પીને આવ્યો, માસિકના દિવસોમાં પણ બળજબરીપૂર્વક બાંધ્યા શરીર સબંધ

0
202

રાજકોટની શરજનક ઘટના પ્રકાશમાં આવી છે. પતિ લગ્નની પહેલી જ રાતે દારુ પી આવી પત્નિ સાથે મારઝુડ કરવા લાગ્યો હતો અને તે માસિક ધર્મમાં હોવાથી તેણી સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં મહિલા પોલીસ મથકે યુવતિએ પોતાના સાસરિયા સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં સુહાગરાતના દિવસે જ પતિ દારુ પી ઘરે આવ્યો હતો અને તેણી માસિક ધર્મમાં હોવાના કારણે શરીર સંબંધ બાંધી શકે તેમ ન હતી. પરતું પતિએ ગાળો આપી અને બળજબરી પૂર્વક તેણી સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

વધુમાં તેણીએ જણાવ્યું છે કે, મહિલાના પ્રથમ લગ્ન નાગપુર ખાતે થયા હતા અને કોઈ કારણોસર તેના છુટાછેડા થઈ ગયા હતા. જો કે, 2018માં મારા બીજા લગ્ન કામેશ સાથે થયા હતા. લગ્ન બાદ હું મારા સાસરિયા પક્ષના લોકો સાથે પરિવારમાં રહેતી હતી. લગ્નની પહેલી જ રાત્રે મારો પતિ દારૂ પીને રૂમમાં આવ્યો હતો. તેમજ મને અપશબ્દ કહી માર પણ માર્યો હતો. મારી સાસુ મને ઘરકામ કરતી સમયે મેણાં ટોણાં મારતી હતી. તો સાથે જ મારા સસરા તેને સારી રસોઈ બનાવતા નથી આવડતી તેવું કહેતા હતા. તેમજ અમારા ઘરના તમામ નિર્ણયો મારા નણંદ જ લેતા હતાં.

આ પણ વાંચો: BREAKING: અમદાવાદ: ગોતામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ, 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

લગ્ન થયા બાદ પ્રથમ દિવાળી આવતા હું મારા પતિ કામેશની ફટાકડાની ફેકટરીએ ગઈ હતી. ત્યારે પણ મારી સામે મારો પતિ ખુરશી પર બેસીને દારૂ પીવા લાગ્યો હતો. તેમજ જ્યારે મે મારા પતિ કામેશને દારૂ ન પીવા આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે તારે મારી સાથે રહેવું હોય તો રહે, બાકી હું દારૂ તો નહિ જ મૂકું. મારો પતિ માસિક ધર્મ દરમિયાન પણ મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો. તો સાથેજ મારી સાથે વિકૃત વર્તન પણ કરતો હતો. મને ભગવાન ની પૂજા પણ કરવા દેતો નહોતો.

એક વખત સામાજીક પ્રસંગે મે મારા નણંદોયાને ફોન કરી કહ્યું હતું કે, જમણવાર શરૂ થઈ ગયો છે. તમે બધા ક્યારે આવો છે. ત્યારે ઘરે આવી મારા પતિએ મારા ચરિત્ર પર શંકા કરતા કહ્યું હતું કે, તેને મારા બનેવી બહુ ગમે છે? મારા સસરા પણ દારૂ પીને મારી સાથે ઘરકામ બાબતે ઝઘડો કરતા હતાં. તેમજ ઘરકામ બાબતે મારા સાસુ તમેજ મારા નણંદ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9