Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નીથી ત્રસ્ત પતિની આત્મહત્યા

અમદાવાદ: પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નીથી ત્રસ્ત પતિની આત્મહત્યા

0
358

(Ahmedabad Crime) અમદાવાદ: પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્ની (Wife Extramarital Affair)થી ત્રસ્ત પતિએ 12 દિવસ અગાઉ લોખંડની સાંકળથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Husband Suicide) કરી હતી. પરિવારના સભ્યોને મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ (Suicide Note) મળી હતી. જેમાં પત્નીના પાડોશી યુવક સાથે આડાસબંધોથી તંગ આવી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ મૃતકે કર્યો હતો.

સરખેજ પોલીસે (Sarkhej Police) પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મંગળવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતકે બીજે ભાડાનું મકાન પણ રાખ્યું હતું.જો કે પત્ની બીજે રહેવા જવા માટે તૈયાર ન હતી.

સરખેજ ગામમાં સિપાઈ વાસમાં રહેતા લીયાક્તશા યાસીનશા ફકીરના લગ્ન તસ્લીમબાનુ સાથે થયા હતા. લિયાક્ત લોડિંગ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 6 માસ અગાઉ લીયાક્તને જાણ થઈ કે, તેની પત્ની તસ્લીમબાનુના પડોશમાં રહેતાં સલીમ ઉર્ફ કાલુ મહમદ ખતાઈ સાથે આડાસબંધો છે.

જે મુદ્દે બન્ને પરિવાર વચ્ચે તકરાર થઈ પછી અંદરોઅંદર બે પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. સમાધાન બાદ પણ લીયાક્તની પત્ની ઘરકામ અર્થે બહાર જતી, ત્યારે પ્રેમી સલીમને મળતી હતી.આ મુદ્દે લીયાક્ત અને તસ્લીમ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.

આ પણ વાંચો: આણંદમાં ત્રણ વર્ષની બાળકીને પીંખી નાખનારાને ફાંસીની સજા

લીયાક્તે ફતેહવાડી વિસ્તારમાં ભાડે મકાન લઈ બીજે રહેવા જવા વિચાર કર્યો હતો. જોકે પત્ની તસ્લીમ બીજે રહેવા જવા તૈયાર થઈ ન હતી. આથી પત્ની અને તેના પ્રેમીના કૃત્યથી કંટાળી ગયેલા લીયાક્તશાએ ગત તા.18-9-2020ના રોજ સાંજના સમયે પોતાના ઘરે પત્નીની ગેરહાજરીમાં છતની પાઈપ પર બકરા બાંધવાની સાંકળ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

લીયાક્ત ફકીરે લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી હતી. જેમાં લખ્યું હતું કે, “મેં લીયાક્તશા પુરે હોશ મે લિખ રહા હું. મેરી મોત કા જિમ્મેદાર મહમદભાઇ કા છોકરા કાલુ હૈ. મેરી ઔરત કે સાથ ગેરસબંધ હોને કે કારણ મે યે કદમ ઉઠા રહા હું.”

હાલ સરખેજ પોલીસે મૃતક લીયાતકશા ફકીરના ભાઈ ઇકબાલશા યાસીનશા ફકીરની ફરિયાદ આધારે તસ્લીમબાનુ લીયાક્તશા ફકીર અને સલીમ ઉર્ફ કાલુ મહમદ ખતાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.