Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જંગી મતદાન ભાજપનો ખેલ બગાડશે?

શું ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જંગી મતદાન ભાજપનો ખેલ બગાડશે?

0
351

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં જંગી મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. જંગી મતદાનને સત્તા પક્ષની વિરૂદ્ધ લોકોની વધતી નારાજગી માનવામાં આવી રહી છે.

ગુજરાતમાં પહેલા જ્યારે પણ વધારે મતદાન થયું છે, ત્યારે સત્તા પક્ષને નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ગ્રામીય મતદાતા 57 ટકા છે, જ્યારે શહેરી મતદાતાઓની સંખ્યા 43 ટકા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ભાજપના મતદાતાઓ પ્રમાણમાં વધારે છે.

જો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, તે વખતે 63.6 ટકા મતદાન થયું હતું, જેમાં રાજ્યની 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો.