Gujarat Exclusive > દેશ-વિદેશ > હ્યૂસ્ટનમાં ટ્રમ્પે કહ્યું- ભારત સાથે મળીને ઇસ્લામિક આતંકવાદ સામે લડીશું

હ્યૂસ્ટનમાં ટ્રમ્પે કહ્યું- ભારત સાથે મળીને ઇસ્લામિક આતંકવાદ સામે લડીશું

0
1413

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં સંબોધન કર્યુ હતું.આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ સબંધ મજબૂત કરવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે કટ્ટરપંથી ઇસ્લામ સામે લડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. બીજી તરફ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે અમે એક નવો ઇતિહાસ રચી દીધો છે, નવી કેમેસ્ટ્રી બનતા જોઇ રહ્યાં છીએ. જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય થવી સ્વાભાવિક છે.

અમે આર્ટિકલ 370ને ફેરવેલ આપી દીધી- મોદી

– નવા ભારતના નિર્માણ માટે કેટલીક ફેરવેલ પણ આપી રહ્યાં છીએ.
– 2 ઓક્ટોબરે ભારત ઓપન ડેફિકેશનને ફેરવેલ આપી દેશે.
– 5 વર્ષમાં 1500થી વધુ જૂના કાયદાને ફેરવેલ આપી ચુક્યુ છે
– હજારો ટેક્સના નિયમોને ફેરવેલ આપી અને GST લઇને આવ્યા
– અમે ભ્રષ્ટાચારને પણ પડકાર આપી રહ્યાં છીએ.
– ગત 2 ત્રણ વર્ષમાં અમે 3.5 લાખ શંકાસ્પદ કંપનીઓને ફેરવેલ આપી દીધી.
– અમે 8 કરોડ નકલી લોકોને ફેરવેલ આપી જે સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યાં હતા.
– જો સૌથી ઓછી કિંમત પર ક્યાય ડેટા મળે છે તો તે ભારત છે.
– ભારતમાં આજે 1 GB ડેટાની કિંમત આશરે 20 રૂપિયા છે.
– વિશ્વમાં આટલા ડેટાની કિંમત 25-30 ઘણી વધુ છે. ભારતમાં સસ્તો ડેટા મળે છે. 10 હજાર સેવા ઓનલાઇન ઉપલબ્ધ છે.
– એક સમયે પાસપોર્ટ બનાવવામાં બેથી ત્રણ મહિના લાગતા હતા.
– હવે એક અઠવાડિયામાં પાસપોર્ટ ઘરે આવી જાય છે.

હવે ભારત ઝડપથી આગળ વધવા માંગે છે: પીએમ મોદી

– ગત પાંચ વર્ષમાં 130 કરોડ ભારતીયોએ મળીને દરેક વિસ્તારમાં એવા પરિણામ મેળવ્યા છે, જેની પહેલા કોઇ કલ્પના કરી શકતુ નહતું.
– ગામની સ્વચ્છતા 99 ટકા સુધી પહોચી
– 5 વર્ષમાં 100 ટકા લોકો પાસે બેન્કિંગ સુવિધા છે
– આધારભૂત જરૂરતો પુરી થવા પર હવે લોકો મોટા સપના જોઇ શકે છે.

આજે ભારતનો સૌથી મોટો સંકલ્પ છે-ન્યૂ ઇન્ડિયા: પીએમ મોદી

– આજે ભારતનો સૌથી ચર્ચિત શબ્દ છે વિકાસ, સૌથી મોટો મંત્ર-સૌનો સાથ,સૌનો વિકાસ
– આજે ભારતની સૌથી મોટી નીતિ-જન ભાગીદારી
– આજે ભારતનો પ્રચલિત નારો છે- સંકલ્પથી સિદ્ધિ
– આજે ભારતનો સૌથી મોટો સંકલ્પ છે- ન્યૂ ઇન્ડિયા
ભારત આજે ન્યૂ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત એક કરી રહ્યું છે.
– 60 વર્ષ બાદ પૂર્ણ બહુમત સાથે બનેલી સરકારે કાર્યકાળ પૂરો કર્યો અને વધુ સંખ્યાબળ સાથે પરત ફરી.

Howdy Modi ઇવેન્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

– ગત કેટલાક વર્ષમાં ભારતનો ક્રૂડ નિર્યાત 400% વધ્યો છે.
– અમે જલ્દી કેટલાક સુરક્ષા કરાર કરવા જઇ રહ્યાં છીએ, અમે અવકાશ ક્ષેત્રમાં સહયોગની દિશામાં કામ કરી રહ્યાં છીએ.
– નવેમ્બરમાં સુરક્ષા સબંધોમાં કઇક મોટુ થવાનું છે.
– ભારત અને અમેરિકા સમજે છે કે સુરક્ષા માટે સરહદ પર નજર રાખવી જરૂરી છે

– અમે ઇચ્છીએ છીએ કે ભારતીયોને શાનદાર સામાન મળે
– આગામી અઠવાડિયે મુંબઇમાં પ્રથમ વખત NBA બાસ્કેટબોલ ગેમ રમાશે. શું પીએમ મોદી તમે મને બોલાવશો?
– ટેક્સાસમાં બેરોજગારી ઓલ ટાઇમ લો છે
– આ સમયે અમેરિકામાં બેરોજગારી દર 51 વર્ષમાં સૌથી ઓછો છે
– ભારતીય અમેરિકાને મજબૂત કરવામાં મદદ કરી રહ્યાં છે.
– મેડિકલ, ટેકનિક અને બિઝનેસમાં ભારતીયોનું મહત્વનું યોગદાન
– પીએમ મોદીથી અપેક્ષા છે કે તે અમને વધુ મજબૂત બનાવશે.
– ભારતીય કંપનીઓ અમેરિકામાં ઘણા મોટા પાયે રોજગાર આપી રહી છે.
– ભારત અને અમેરિકા આ સમયે એક બીજાના દેશઓમાં રેકોર્ડ રોકાણ કરી રહ્યું છે.
– ભારત, અમેરિકાનો સૌથી સારો મિત્ર છે.
– હું અમેરિકાના સૌથી સારા મિત્ર મોદી સાથે અહી આવીને ઘણો ખુશ છું.
– મોદી ભારત માટે સારૂ કામ કરી રહ્યાં છે, મારૂ સૌભાગ્ય છે કે હું આ કાર્યક્રમમાં છું.
– છ મહિના પહેલા ભારતે તમને ફરી પસંદ કર્યા, મોદીને શુભેચ્છા

 

2017માં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે બે મોટા લોકતંત્રના મિત્રતાનો દિવસ છે. આજે ઇતિહાસ બનતા પુરી દુનિયા જોઇ રહી છે. મને 2017માં ટ્રમ્પે પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અમેરિકન સબંધ ઘણા સારા છે અને અમે સાચા મિત્ર છીએ.

પીએમ મોદીએ કહ્યું- અમેરિકામાં અબકી બાર,ટ્રમ્પ સરકાર

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ટ્રમ્પને કોઇ પરિચયની જરૂર નથી. અબજો લોકો ટ્રમ્પના શબ્દ-શબ્દને ફોલો કરે છે. વિશ્વના રાજકારણમાં ટ્રમ્પનું મોટુ મહત્વ છે. મને ટ્રમ્પમાં હંમેશા પોતીકાપણુ જોવા મળે છે, મોદીએ સાથે જ કહ્યું કે, ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’.