મુંબઇ: બોલિવૂડના અભિનેતા સતીશ શાહે ફિલ્મની સાથે સાથે ટીવી પર પણ પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કર્યુ છે. સતીશ શાહે સારા ભાઇ વર્સેસ સારા ભાઇ, કલ હો ના હો, કહી પ્યાર ના હો જાયે જેવી સફળ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. કૉમેડી હોય કે પછી સીરિયસ રોલ જ્યારે પણ સતીશ શાહ સ્ક્રીન પર આવે છે તો દર્શકોના ચહેરા પર હસી આવી જાય છે. સતીશ શાહ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સતીશ શાહ પર ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે. જોકે, સતીશ શાહના ટ્વીટ પછી હીથ્રો એરપોર્ટના મેમ્બર્સ તરફથી સ્ટાફના વ્યવહાર માટે માફી પણ માંગવામાં આવી છે.
Advertisement
Advertisement
સતીશ શાહે તાજેતરમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ફેન્સને આ જાણકારી આપી કે લંડનના હીથ્રો એરપોર્ટ પર એક સ્ટાફ મેમ્બર્સે કોમેન્ટ કરી હતી. એક્ટરે ટ્વીટ કરતા લખ્યુ, મે જ્યારે હીથ્રો એરપોર્ટના એક સ્ટાફ મેમ્બરને પોતાના સાથીને પૂછતા જોયુ કે, આ ફર્સ્ટ ક્લાસની ટિકિટ કેવી રીતે અફોર્ડ કરી શકે છે તો મે તેને ગર્વ ભરેલી એક સ્માઇલ આપતા કહ્યુ, કારણ કે અમે ભારતીય છીએ. એક્ટરના આ જવાબે સ્ટાફ મેમ્બરની બોલતી જ બંધ નહતી કરી પરંતુ હીથ્રો એરપોર્ટ તરફથી સ્ટાફ મેમ્બરની હરકત પર માફી પણ માંગવામાં આવી છે. હીથ્રો એરપોર્ટના ટ્વિટર એકાઉન્ટ પર માફી માંગતા લખવામાં આવ્યુ, ગુડ મૉર્નિંગ, આ ઘટના માટે અમે તમારી માફી માંગીએ છીએ. શું તમે અમને ડીએમ કરી શકો છો?
Advertisement