Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં મુસ્લિમોને કઇ રીતે ત્રીજો રાજકીય વિકલ્પ આપશે?

ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં મુસ્લિમોને કઇ રીતે ત્રીજો રાજકીય વિકલ્પ આપશે?

0
300
  •  હજુ તો ઓવૈસીની પાર્ટીની રાજ્યમાં સ્થાનિક બોડીની રચના પણ થઇ નથી
  • અમદાવાદમાં AIMIM એકલા હાથે 15 બેઠકો પર લડશે

અભિષેક પાન્ડેય, અમદાવાદઃ ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં મુસ્લિમોને કઇ રીતે ત્રીજો રાજકીય વિકલ્પ આપશે? તે અંગે સવાલ સર્જાયો છે. અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસે એ ઇત્તિહાદુલ મુસ્લિમીને ગુજરાતમાં મુસ્લિમોને ત્રીજો રાજકીય વિકલ્પ આપવાનો દાવો કરી ગુજરાતમાં પગલાં તો માંડ્યા પણ હજુ સુધી તેની સ્થાનિક બોડીની રચના જ નથી થઇ. તો કઇં રીતે તે પોતાનો દાવો પુરો કરી શકશે.

હૈદરાબાદના સાંસદ અસદ્દુદીન ઔવૈસીએ 19 જાન્યુઆરીની સાંજે ટ્વીટ કરી જહેરાત કરી હતી કે પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને ગુજરાતમાં તેમની પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેના પાંચ દિવસ બાદ આજે શનિવારે એક પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. આશા વ્યક્ત કરાઇ રહી હતી કે એક સારી પાર્ટીની જેમ પહેલાં ગ્રાઉન્ટ રિયાલિટી (જમીની વાસ્તવિક્તા)ને સમજવામાં આવશે અને સ્થાનિક બોડીની રચના કરવામાં આવશે. પરંતુ આ પ્રેસ કોન્ફ્રન્સમાં માત્ર હવા હવાઇ વાતો કરી દાવો કરવામાં આવ્યો કે પાર્ટી અત્યારે માત્ર અમદાવાદ અને ભરુચમાં ચૂંટણી લડશે. હવે સવાલ એ થાય છે કે કોઇ જમીની હકીકત સમજ્યા વિના અને સ્થાનિક બોડીની રચના કર્યા વિના પાર્ટી ચૂંટણી જીતી શકશે?

નીમણૂકના 5 દિવસ બાદ પણ કાબલીવાલા ‘રોબોટ’ જ બનેલા છે

સાબિર કાબલીવાલા નવી જવાબદારી મળ્યાના 5 દિવસ બાદ પણ સક્રીય દેખાયા નથી કે ગુજરાતના મુસ્લિમોના મુદ્દાઓને તેમણે સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી. તેમણે મુસ્લિમોનો અવાજ ઊઠાવનારા સામાજિક કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી નથી. એટલું જ નહીં 5 દિવસની અંદર તેમણે એવું કશું જ કર્યું નથી, જાણે ‘રોબોટ’ બનેલા છે. જેનાથી એવું કહી શકાય કે ઓવૈસીની પાર્ટી ગુજરાતના મુસ્લિમોને ત્રીજો રાજકીય વિકલ્પ આપવાની સંપૂર્ણ તૈયાર સાથે મેદાનમાં ઉતરી છે.

લોકો તો હવે સવાલો કરવા લાગ્યા

આવી સ્થિતિમાં લોકો સવાલ કરવા લાગ્યા છે કે શું અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણી જીતી શકશે? એવું નથી તો પછી ચૂંટણી જીતવા માટે બીજી પાર્ટીઓ જે રીતે બુથ લેવલે કામ કરે છે. જમીની વાસ્તવિક્તાને સમજવા માટે સરવે કરે છે. ઉમેદવારોની પસંદગી માટે પેનલ બનાવે છે. તે જ રીતે આ નવી પાર્ટીને પણ કામ કરવું પડશે.

આ પણ વાંચો: મંદિરના શરણમાં AIMIMના નવ નિયુક્ત ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલા

માત્ર ભરુચમાં BTPની સાથે હાથ મિલાવ્યા

ગુજરાતમાં એન્ટ્રી બાદ આજે પાર્ટીએ પોતાના બેનર સાથે પ્રથમ પ્રેસ કોન્ફ્રન્સ કરી. પરંતુ આ પત્રકાર પરિષદમાં પણ પાર્ટી કઇ દિશા અને અને દશામાં કામ કરશે? તેની કોઇ જાહેરાત કરવામાં આવી નહી. પાર્ટીમાં કામ કરનારા ક્યા-કયા લોકોને પસંદ કરવામાં આવશે? એટલું જ નહીં મુસ્લિમ વિસ્તારોના સરવેની કે વિકાસના મામલે દલિત બનેલા મુસ્લિમ વિસ્તારોમાં કરાનારી સુવિધાના સમાધાન અંગે કોઇ વાત કરવામાં આવી નહી. માત્ર પ્રેસ કોન્ફ્રન્સમાં ઉપર ઉપરની વાત કરી કે પાર્ટી આવનારા દિવસોમાં ભરુચમાં BTPની સાથે અને અમદાવાદમાં એકલા હાથે 15 બેઠકો પર ચૂંટણી લડશે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે સાબિર કાબલીવાલા ગુજરાતના મુસ્લિમોની નાડીને પારખવામાં કેટલા સફળ થાય છે?

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9