Gujarat Exclusive > દેશ-વિદેશ > મમતા બેનરજી કેવી રીતે બનશે ધારાસભ્ય? ચૂંટણી પંચે પેટા ચૂંટણી પર અત્યારે લગાવી રોક

મમતા બેનરજી કેવી રીતે બનશે ધારાસભ્ય? ચૂંટણી પંચે પેટા ચૂંટણી પર અત્યારે લગાવી રોક

0
18

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ વિધાનસભાના સભ્ય બનશે? પાર્ટી આગળ આ એક મોટી સમસ્યા આવી ગઇ છે. ચૂંટણી પંચે કોરોના સંક્રમણનો હવાલો આપતા રાજ્યમાં બે બેઠક પર 16 મેએ યોજાનારી પેટા ચૂંટણી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે. મમતા ટેકનિકલ કારણોથી આ બેઠક પર ચૂંટણી લડી શકતા નહતા પરંતુ સવાલ એ છે કે જ્યારે કોરોનાને કારણે આ બે પેટા ચૂંટણી નથી થઇ શકતી તો બીજી પેટા ચૂંટણી કેવી રીતે થઇ શકશે?

જાંગીપુર અને શમશેરગંજમાં બે ઉમેદવારના મોત બાદ ચૂંટણી પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી અને નવી ગાઇડલાઇનમાં આ બેઠકો પર 16 મેએ મતદાનની જાહેરાત થઇ હતી પરંતુ પંચે મતદાન મુલતવી કરી દીધુ છે. મમતા અહીથી ચૂંટણી લડી પણ ના શકત કારણ કે માત્ર આરએસપી અને કોંગ્રેસના જ ઉમેદવારના મોત થયા હતા તો માત્ર તેમના પક્ષના જ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરી શકતા હતા.

એક બેઠક ખાલી પડી છે- ખરદાની, જ્યા ટીએમસીની જીત થઇ છે પરંતુ ઉમેદવાર કાજલ સિન્હાનું કોવિડને કારણે પરિણામ આવ્યા પહેલા જ મોત થઇ ગયુ હતું. ચૂંટણી પંચે આ બેઠક માટે ચૂંટણી સ્થગનની વાત કરી નથી કારણ કે સ્થગન અધિસૂચના બાદ જ થઇ શકે છે અને આ બેઠક માટે અધિસૂચના જાહેર કરવામાં આવી નહતી. આ બેઠક ચૂંટણી માટે મમતાને માટે યોગ્ય રહેત કારણ કે કોઇ ધારાસભ્યએ રાજીનામું ના આપવુ પડતુ અને છતા પણ બેઠક પણ પાર્ટીની જીતેલી હતી.

મુખ્યમંત્રીએ છ મહિનામાં ધારાસભ્ય બનવુ પડશે પરંતુ છ મહિનાનો સમય વધારી પણ શકાય છે. ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યાબાદ આ પ્રમાણિત કરે કે યોગ્ય સમયમાં ચૂંટણી કરાવી શકાતી નથી.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાથી PM મોદી ચિંતિત, રાજ્યપાલને કર્યો ફોન

ગત વર્ષે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વિધાન પરિષદમાં બેઠક ખાલી હતી પરંતુ કોરોનાને કારણે ચૂંટણી પર રોક લાગી હતી. એવામાં કેબિનેટે રાજ્યપાલ કોશ્યારીને કહ્યુ કે ઠાકરેને વિધાન પરિષદમાં ખાલી એક બેઠક પર ચૂંટી લેવામાં આવે. આ બેઠક ચૂંટણી વાળી નહી પણ ઉમેદવારી ધરાવતી હતી પરંતુ રાજ્યપાલે કેબિનેટનો અનુરોધ નહતો માન્યો, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને પત્ર લખ્યો ત્યારે રાજ્યપાલે પરિષદની ખાલી બેઠકની ચૂંટણી માટે ચૂંટણી પંચને લખ્યુ હતું. આ ચૂંટણી અને તેનો પ્રચાર ઘણો નાનો હોય છે. કોરોના કાળમાં પરિષદના સભ્ય બનવાથી ઉદ્ધવની બેઠક પરથી સંકટ ટળી ગયુ હતુ પરંતુ બંગાળમાં એક જ સદન છે, વિધાન પરિષદ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat