Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કઇ રીતે નક્કી થયુ સરદાર પટેલ નહી જવાહરલાલ નેહરૂ હશે દેશના પ્રથમ વડાપ્રધાન?

કઇ રીતે નક્કી થયુ સરદાર પટેલ નહી જવાહરલાલ નેહરૂ હશે દેશના પ્રથમ વડાપ્રધાન?

0
3035

સરદાર વલ્લભભાઇ પટેલની દેશભરમાં જયંતી મનાવવામાં આવી રહી છે. દેશમાં એક વર્ગ દ્વારા આ વાત કહેવામાં આવી રહી છે કે સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો આવુ હોત અને તેવુ ના હોત. આ અલગ વાત છે કે સરદાર પટેલ પીએમ બનતા તો આઝાદીના માત્ર ત્રણ વર્ષ સુધી જ રહી શકતા, કારણ કે 1950માં તેમનું નિધન થઇ ગયુ હતું પરંતુ શું પટેલ માટે ક્યારેય પીએમ બનવાની સ્થિતિ હતી? શું તે પીએમ બની શકતા હતા? આ સવાલનો એક સ્પષ્ટ જવાબ તો એ છે કે જ્યાર સુધી નેહરૂ કોંગ્રેસમાં હતા, ત્યાર સુધી તો આવુ ના બની શકત. શું છે તેનું કારણ આવો જાણીએ.

કઇ રીતે ભારતને મળ્યા પ્રથમ વડાપ્રધાન

બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટિશ હુકૂમત નબળી પડી ગઇ હતી. 1946માં બ્રિટિશ સરકારે કેબિનેટ મિશન પ્લાન બનાવ્યો, જેની હેઠળ કેટલાક અંગ્રેજ અધિકારીઓને આ જવાબદારી મળી કે તે ભારતની આઝાદી માટે ભારતીય નેતાઓ સાથે વાત કરે. નિર્ણય થયો કે ભારતમાં એક વચગાળાની સરકાર બનશે. વચગાળાની સરકાર તરીકે વાયસરાયની એક્ઝિક્યૂટીવ કાઉન્સીલ બનવાની હતી. અંગ્રેજ વાયસરાયને તેના અધ્યક્ષ બનવાનું હતું જ્યારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને આ કાઉન્સિલનું વાઇસ પ્રેસિડેન્ટ બનવાનું હતું. આગળ ચાલીને આઝાદી બાદ આ વાઇસ પ્રેસિડેન્ટનું વડાપ્રધાન બનવાનું નક્કી હતું.

તે સમયે મૌલાના અબુલ કલામ આઝાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા. કેટલાક મોટા નેતાઓને જેલમાં રહેવાને કારણે તે આ પદ પર 1940થી હતા. મૌલાના આઝાદ તે સમયે પદ છોડવા માંગતા નહતા પરંતુ મહાત્મા ગાંધીના દબાણમાં તે પદ છોડવા માટે તૈયાર થયા અને પછી તે બાદ કોંગ્રેસના આગામી અધ્યક્ષની શોધ શરૂ થઇ જે ભારતના પ્રથમ વડાપ્રધાન પણ બનતા.

આ નક્કી કરવા માટે એપ્રિલ 1946માં કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં મહાત્મા ગાંધી, નેહરૂ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાની, રાજેન્દ્ર પ્રસાદ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન સહિત કેટલાક મોટા કોંગ્રેસી નેતા શામેલ હતા. મહાત્મા ગાંધી પંડિત નેહરૂને કોંગ્રેસનો અધ્યક્ષ બનાવવા માંગતા હતા. તે એક લોકપ્રિય જન નેતા હતા પરંતુ કોંગ્રેસની પ્રાંતીય સમિતીઓમાં તેમનું સમર્થન કરનારા ઘણા ઓછા લોકો હતા.

15માંથી 12 પ્રાંતીય સમિતીઓએ સરદાર પટેલના નામનું સમર્થન કર્યુ

બેઠકમાં ત્યારે પાર્ટીના મહાસચિવ આચાર્ય જે બી કૃપલાનીએ કહ્યું, ‘બાપુ આ પરંપરા રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પ્રાંતીય કોંગ્રેસ કમિટી કરે છે, કોઇ પણ પ્રાંતીય કોંગ્રેસ કમિટીએ જવાહર લાલ નેહરૂના નામ અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત નથી કર્યુ. 15માંથી 12 પ્રાંતીય કોંગ્રેસ કમિટીઓએ સરદાર પટેલનું અને બાકી રહેલી 3 કમિટીઓએ મારૂ અને પટ્ટાભી સીતારમૈયાનું નામ પ્રસ્તાવિત કર્યુ છે.જેનો સ્પષ્ટ અર્થ એ હતો કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સરદાર પટેલ પાસે બહુમત હતું, બીજી તરફ જવાહર લાલ નેહરૂનું નામ પ્રસ્તાવિત નહતું.

મહાત્મા ગાંધીના દબાણમાં આવ્યુ નેહરૂનું નામ

મહાત્મા ગાંધી જવાહર લાલ નેહરૂને ભારતના વડાપ્રધાન તરીકે જોવા માંગતા હતા. આ મહત્વની બેઠકના કેટલાક દિવસ પહેલા ગાંધીએ મૌલાનાને લખ્યુ હતું, ‘જો મને પૂછવામાં આવે તો હું જવાહર લાલને જ પ્રાથમિકતા આપીશ, મારી પાસે તેના કેટલાક કારણ છે.’

મહાત્મા ગાંધીના આ વલણ છતા 1946ના એપ્રિલ મહિનામાં કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં ચર્ચા માટે જવાહર લાલ નેહરૂના નામ પ્રસ્તાવિત થયુ નહતું. અંતે આચાર્ય કૃપલાનીએ કહેવુ પડ્યુ, ‘બાપુની ભાવનાઓનું સન્માન કરતા હું જવાહર લાલ નેહરૂનું નામ અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત કરૂ છું.’ આમ કહેતા આચાર્ય કૃપલાનીએ એક કાગળ પર જવાહરલાલ નેહરૂનું નામ ખુદ પ્રસ્તાવિત કરી દીધુ હતું. સરદાર પટેલ ગાંધીનું ઘણુ સન્માન કરતા હતા અને તેમની વાતને તે ટાળી શક્યા નહતા.

ગાંધીએ નેહરૂને કેમ આગળ વધાર્યા

કોંગ્રેસ પાર્ટીની અંદર સરદાર પટેલની જોરદાર પકડ હતી. તે બોમ્બે પ્રેસિડેન્સીથી આવતા હતા, તેમણે પાર્ટીનું ફંડ રેજર કહેવામાં આવતુ હતું. બીજી તરફ જવાહરલાલ નેહરૂ લોકો વચ્ચે ઘણા લોકપ્રિય હતા.

નેહરૂ મોર્ડન હતા અને ગાંધીને લાગતુ હતું કે તે દેશના ઉદાર વિચારો તરફ લઇ જશે. મહાત્મા ગાંધીએ સરદાર પટેલને કેમ પસંદ ના કર્યા, જેનો જવાબ એક વર્ષ બાદ ગાંધીએ ખુદ તે સમયના વરિષ્ઠ પત્રકાર દુર્ગા દાસને આપ્યો હતો. મહાત્મા ગાંધીએ તેમણે જણાવ્યુ કે જવાહર લાલ નેહરૂ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અંગ્રેજી હુકૂમતથી સારી રીતે સમજૂતી વાર્તા કરી શકતા હતા. આ સિવાય મહાત્મા ગાંધીને એવુ લાગતુ હતું કે જવાહર લાલ આંતરરાષ્ટ્રીય મામલે ભારતનું પ્રતિનિધિત્વ સરદાર પટેલ કરતા સારૂ કરી શકશે.

સરદાર પટેલે પણ નેહરૂને નેતા માની લીધા

તો આ ઐતિહાસિક ઘટનાક્રમો પર વિચાર કર્યા બાદ આ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે નેહરૂના રહેતા સરદાર પટેલ ભારતના વડાપ્રધાન ના બની શકતા. પટેલની કોંગ્રેસ સંગઠન પર સારી પકડ હતી પરંતુ નેતા તો નેહરૂ જ હતા. આ વાતને સરદાર પટેલે પણ સ્વીકારી લીધી હતી.

2 ઓક્ટોબર, 1950માં ઇન્દોરમાં એક મહિલા કેન્દ્રનું ઉદ્દઘાટન કરવા ગયેલા સરદાર પટેલે પોતાના ભાષણમાં કહ્યું, ‘હવે મહાત્મા ગાંધી અમારી વચ્ચે નથી, નેહરૂ જ અમારા નેતા છે. બાપુએ તેમને પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કર્યા હતા અને તેની જાહેરાત પણ કરી હતી. હવે આ બાપુના સિપાહીઓનું કર્તવ્ય છે કે, તે તેમના આદેશનું પાલન કરે અને હું એક ગેર-વફાદાર સિપાહી નથી.’

J&K હવે નથી રહ્યું રાજ્ય, લદ્દાખને પણ મળી નવી ઓળખ, UT બન્યા બાદ શું થયા બદલાવ?