નવી દિલ્હી: અદાણીની મુશ્કેલી ધીમે ધીમે વધી રહી છે. અદાણી ગ્રુપની કંપનીમાં ભારતીય બેન્કના કેટલા પૈસા લાગેલા છે. કેન્દ્રીય બેન્ક RBI તેની માહિતી ભેગી કરી રહ્યુ છે. RBIએ અદાણી ગ્રુપને આપેલા દેવાની સ્થિતિ અંગે માહિતી માંગી છે. કેટલીક મોટી બેન્કો સાથે RBIની વાતચીત પહેલાથી જ શરૂ થઇ ગઇ છે અને હવે બાકીની બેન્ક પાસે પણ RBI તેને લઇને ચર્ચા કરશે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)નો રિપોર્ટ સામે આવ્યા પછી અદાણી ગ્રુપની કંપનીના શેર ઝડપથી તૂટી રહ્યા છે અને અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડ રૂપિયાનો FPO પરત લઇ લીધો છે.
Adani Groupને ભારતીય બેન્કો પાસેથી 30% લોન
CLSEના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપની કંપનીઓને 38 ટકા લોન બેન્ક પાસેથી મળેલી છે. બેન્ક દેવામાં ટર્મ લોન, વર્કિંગ કેપિટલ અને અન્ય ફેસિલિટીઝ સામેલ છે. 37 ટકા દેવુ બૉન્ડ્સ/કોમર્શિયલ પેપર્સ, 11 ટકા નાણાકીય સંસ્થાઓ પાસેથી દેવુ અને ટોપ 12-13 ટકા ઇન્ટર-ગ્રુપ લેન્ડિંગ એટલે કે ગ્રુપની કંપનીઓની લેવડ-દેવડ સામેલ છે.
હવે અદાણી ગ્રુપની કંપનીો પર ભારતીય બેન્ક લોનની વાત કરીએ તો પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)એ 7 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. ઇંડસઇંડ બેન્કે પણ દેવુ આપ્યુ છે. અદાણી ગ્રુપના CFOએ 2 ફેબ્રુઆરીએ કહ્યુ કે ગ્રુપ ઉપર 3 હજાર કરોડ ડૉલરનું દેવુ છે જેમાંથી 400 કરોડ ડૉલર કેસના રૂપમાં રાખેલા છે. ગ્રુપના CFO અનુસાર 3 હજાર કરોડ ડૉલરની લોનમાં 900 કરોડ ડૉલરની લોન અદાણી ગ્રુપે ભારતીય બેન્ક પાસેથી મેળવેલી છે.
SEBI પણ તપાસ કરી રહ્યુ છે
1 ફેબ્રુઆરીએ ન્યૂઝ એજન્સી રૉયટર્સે જાણકારી આપી હતી કે SEBI અદાણી ગ્રુપના શેરમાં તાજેતરના ઘટાડાની તપાસ કરી રહ્યુ છે. આ સિવાય તે શેરના વેચાણમાં કોઇ અનિયમિતતાની પણ તપાસ કરી રહ્યુ છે. SEBIએ આ તપાસ એવા સમયે શરૂ કરી છે જ્યારે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સામે આવ્યા બાદથી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીમાં ઘટાડો થઇ રહ્યો છે.
Advertisement