Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > બેડરૂમમાં અમદાવાદના પુરૂષોનું પર્ફોમન્સ કેવું છે? ઈન્દોરના લોકો નિકળ્યા ‘છૂપા રૂસ્તમ’

બેડરૂમમાં અમદાવાદના પુરૂષોનું પર્ફોમન્સ કેવું છે? ઈન્દોરના લોકો નિકળ્યા ‘છૂપા રૂસ્તમ’

0
1534

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તેઓ પોતાના પાર્ટનરને ખુશ રાખી શકે અને સંતુષ્ટ કરી શકે. ફિઝીકલ રિલેશનશીપમાં પોતાની ટાઈમિંગને લઈને મોટાભાગે સૌથી વધારે ચિંતામાં નજરે આવે છે. બેડરૂમમાં પાર્ટનર સાથે કેટલા સમય સુધી ટકે છે? અથવા ફોરપ્લે માટે તેમને કેટલો સમય લીધો? આવા જ કેટલાક પ્રશ્ન યુવાઓને ચિંતામાં નાખે છે.

ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019માં લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે, ફોર પ્લે સહિત તેઓ કેટલી વાર સુધી ટકી શકે છે, 30 મીનિટથી વધારે ટકે છે કે તેનાથી ઓછો સમય? આ મામલામાં ઈન્દોરના લોકો સૌથી આગળ રહ્યાં છે.

ઈન્દોરના 91.5% લોકોએ કહ્યું કે, તેઓ ફોરપ્લે સાથે બેડરૂમમાં 30 મીનિટથી વધારે ટકે છે. આ મામલામાં બીજા નંબર પર જયપુર આવે છે. જ્યા 67.5% લોકો પોતાની ટાઈમિંગને લઇને સંતુષ્ટ હતા.

અમદાવાદમાં 63%, ભુવનેશ્વરમાં 59.5%, ચંદીગઢમાં 53.7% અને મુંબઈમાં 51.2 ટકા લોકોનું માનવું હતુ કે, તેઓ પાર્ટનર સાથે લગભગ 30 મીનિટ સુધી રોમાન્સ કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે, પોર્ન પેટર્ન પર તે ધારણા બની ચૂકી છે કે લોકો પાર્ટનર સાથે લગભગ 30-40 મીનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે. તેવું ના હોવા પર મોટાભાગે લોકો ચિંતામાં આવી જાય છે. જ્યારે નિષ્ણાતોનું શારીરિક સંબંધોને ક્ષમતાઓને લઇને કંઈક અલગ જ કહેવું છે.

વર્ષ 2008માં અમેરિકાની નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં કેટલાક ડોક્ટરોએ આ વિશે ખુલ્લા મને ચર્ચા કરી હતી. ડોક્ટરોનું માનવું હતુ કે, પાર્ટનર સાથે સંબંધનો સમય બંનેના મૂડ પર નિર્ભર કરે છે.

ડોક્ટર્સે જણાવ્યું કે, જો તમે ત્રણ મીનિટ સુધી સેક્સ કરવામાં સક્ષમ છો તો તમારે ચિંતિત થવાની જરૂરત નથી. તમારો સમય 3 મીનિટથી પણ ઓછો છે તો ચિંતાનો વિષય હોઇ શકે છે.

તેમના અનુસાર, જો તમે 3થી 7 મીનિટ વચ્ચે એઝાકુલેટ થઈ રહ્યાં છો તો બની શકે છે કે, તમારો પાર્ટનર સંતુષ્ટ ના પણ થાય. ડોક્ટર્સનો ઈશારો સ્પષ્ટ હતો કે, જો તમારા પાર્ટનરની સેક્શુઅલ ડ્રાઈવ તમારાથી વધારે છે તો 3-7 મીનિટનો સમય તેમની સંતુષ્ટ કરવા માટે ઓછો પડી શકે છે.

આજ સીમા જો તમે 13 મીનિટ સુધી ખેંચવામાં સફળ રહો છો તો તમે સામાન્ય છો. ડોક્ટર્સ અનુસાર 3-13 મીનિટનો સમયવાળો સેક્સ સામાન્ય શ્રેણીમાં આવે છે.

જે વ્યક્તિની શેક્શુઅલ ડ્રાઈવ વધારે હોય છે અને તે બધી જ રીતે સ્વસ્થ્ય હોય તો તે સમય સીમા 30 મીનિટ સુધી જઇ શકે છે.

કેટલાક ભારતીય ઈન્ટરનેટની દુનિયાને અસલી જીવનમાં જીવવાના દબાણમાં તો કેટલાક લોકો મજબૂરીમાં વિયેગ્રા જેવી દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. પર્ફોમન્સને લઈને પેદા થયેલ ભ્રમને લોકોએ આવી દવાઓ પર લાવવા માટે મજબૂર કરી દીધા છે.

ઈન્ડિયા ટૂડે સેક્સ સર્વે, 2019માં તે વાત સામે આવી છે કે, જયપુર અને ચંદીગઢ જેવા શહેરોમાં ક્રમશ: 87 અને 62 ટકા લોકો સેક્સ ક્ષમતા વધારવા માટે આવી રીતની દવાઓનો પ્રયોગ કરે છે.

રામાનંદ સાગરની પૌત્રીની ટૉપલેસ તસવીરોએ મચાવી સનસની