Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કેવી રીતે ગુજરાતે પાકિસ્તાનની સરહદ નજીક ‘વિશ્વનું સૌથી મોટું’ સોલર પાવર પાર્ક બનાવ્યું

કેવી રીતે ગુજરાતે પાકિસ્તાનની સરહદ નજીક ‘વિશ્વનું સૌથી મોટું’ સોલર પાવર પાર્ક બનાવ્યું

0
83

કચ્છના રણમાં સામાન્ય નાગરિકોમાં સામાન્ય નાગરિકોની પહોંચવાળા છેવાડાના ભાગથી લગભગ 30 કિલોમીટર દૂર સિંગાપુરના બરાબર ક્ષેત્રફળ- 72,600 હેક્ટર અથવા 726 વર્ગ કિલોમીટર-વાળા એક વિસ્તારને દુનિયાના સૌથી મોટા હાઈબ્રિડ સોલર-વિંડ પાવર પાર્ક માટે નિર્ધારિત કરી દેવામાં આવ્યો છે.

આ દૂર્ગમ રણ વિસ્તારમાં જ્યાં કોઈ માનવી રહેતો નથી, ત્યાં સૂર્ય સતત આગ વરસાવે છે અને દિવસમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. મનોરમ પ્રાકૃતિક છબીવાળા આ ભૂભાગમાં પવન પણ સતત ફુંકાતો રહે છે, જેના કારણે આ જગ્યા સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ માટે એકદમ આદર્શ સાબિત થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં 1.5 લાખ કરોડ રૂપિયાની આ યોજનાની આધારશિલા રાખી, જેનાથી 30 ગીગાવોટ (જીડબ્લ્યૂ) અથવા 30,000 મેગાવોટ (mw) વિજળીનું ઉત્પાદન થવાની આશા છે.

પાછલા ચાર મહિનાથી આ યોજના સ્થળને કચ્છ સ્થિત ઈન્ડિયા બ્રિઝને જોડનાર રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે, જે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. જો બધુ જ યોજના અનુસાર ચાલતું રહેશે તો પાર્ક 2024 સુધી 15 ગીગાવોટ ઉર્જાનું ઉત્પાદન કરવા લાગશે.

સોલાર પાર્ક વિકસિત કરવાની જવાબદારી સંભાળી રહેલા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મુખ્ય અધિકારી રાજેન્દ્ર મિસ્ત્રીએ કહ્યું કે, રોડનું કાર્ય પૂર્ણ થતાં જ આનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ જશે. તેમને આગળ કહ્યું, પાર્કમાં ઉત્પાદિત વિજળીનું ગુજરાત અને અન્ય રાજ્યો બંને જગ્યાએ આપૂર્તિ કરવામાં આવશે.

જળવાયુ પરિવર્તન પર કંટ્રોલ મેળવનાર વૈશ્વિક કોશિશો વચ્ચે આ પાર્કથી ભારતને કોલસા આધારિત વિજળી ઉત્પાદન ઘટાડવામાં મદદ મળશે. નવેમ્બર 2020 સુધી ભારતની અક્ષય ઉર્જા ઉત્પાદન 90.39 ગીગાવોટ હતો, જેને 2022 સુધી 175 ગીગાવોટ સુધી પહોંચાડવાનું ટાર્ગેટ છે.

2014માં કેન્દ્ર સરકારે ઓછામાં ઓછા 500 મેગાવોટ ક્ષમતાવાળા 50 સોલાર પાર્ક અને અલ્ટ્રા સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાના હેતુથી સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. 2017માં આ યોજના હેઠળ કુલ ઉર્જા ઉત્પાદન ટાર્ગેટ 25,000 મેગાવોટથી વધારીને 40,000 મેગાવોટ કરી દેવામાં આવશે.

સૌર ઉર્જા ઉત્પાદન વધારવાની કવાયતમાં ગુજરાત સરકાર એક પ્રમુખ ખેલાડી છે. ડિસેમ્બર 2020માં સરકારે 2022 સુધી 30,000 મેગાવોટ ઉત્પાદનનું પોતાનું ટાર્ગેટ મેળવવાની કોશિશ હેઠળ સૌર ઉત્પાદનની ક્ષમતાઓ પર લાગેલા પ્રતિબંધ હટાવવા સંબંધી એક નવી નીતિની જાહેરાત કરી દીધી છે.

કચ્છ સોલર એન્ડ વિંડ પાવર પાર્ક રાજ્યને એક ઝાટકામાં પોતાનું ટાર્ગેટ મેળવવામાં મદદ કરી શકે છે.

ગુજરાતની સૌર મહત્વકાંક્ષાઓ

પાછલા વર્ષે ગુજરાત ઘરેલૂ ઉપયોગ માટે સોલર પેનલ લગાવવાની બાબતમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. દેશભરમાં લગાવવામાં આવેલી કુલ 79,950 ફિટિંગ્સમાંથી 68 ટકા એકલા ગુજરાતમાં લગાવવામાં આવી. આ વર્તમાન સમયમાં સૌર ઉર્જા ક્ષમતાના કેસમાં દેશમાં સ્થાન પર છે- કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ પછી.

ગુજરાતના અતિરિક્ત મુખ્ય સચિવ ઉર્જા, સુનૈના તોમરે કહ્યું કે, ગુજરાતે સૌર ઉર્જા ઉત્પાદન નીતિ પહેલી વખત 2009માં રજૂ કરી હતી.

તેમને ધ પ્રિન્ટને જણાવ્યું હતુ કે, ગુજરાત એક દૂરદર્શી અને પ્રગતિશીલ રાજ્ય છે જેને 2009માં જ જળવાયુ પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવને ઘટાડવાના મોટા યોગદાનના ઉદ્દેશ્ય સાથે રાજ્ય કેન્દ્રિત વિશેષ સૌર નીતિને લાગૂં કરીને હરિત અને સ્વચ્છ ઉર્જાના ઉત્પાદન દ્વારા સતત વિકાસ સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરી લીધો હતો.

તેમને કહ્યું, સૌર ઉર્જા વિશે વધારે સટીક અનુમાન લગાવી શકાય છે અને આનું ઉત્પાદન દિવસમાં થાય છે, જે કૃષિ માટે વિજળીની વ્યાપક જરૂરતોને પૂરી કરવાના અનુરૂપ છે.

કચ્છ સૌર પરિયોજના પૂર્ણ થયા પછી કર્ણાટકના પાવાગઢ સ્થિત 2,000 મેગાવોટના સૌર પાર્ક પાસેથી દુનિયાનો સૌથી મોટું સોલર પાર્ક હોવાનો દરજ્જો છીનવાઈ જશે. 2018માં શરૂ થયેલ પાવાગઢ સંયંત્ર દેશમાં કુલ સૌર ઉર્જાના 19 ટકાથી વધારે આપૂર્તિ કરે છે અને 2018ના અંતમાં આની સ્થાપિત ક્ષમતા 27,199 મેગાવોટ હતી.

માર્ચ 2020ના એક રિપોર્ટ અનુસાર, 2019-20માં ગુજરાતે પોતાની ક્ષમતા ઉર્જા યોજનાઓ માટે કેન્દ્રીય નાણાકીય સહાયનો સૌથી વધુ હિસ્સો મળ્યો હતો.

દિલ્હી સ્થિત થિંક ટેન્ક કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ, એન્ડ વોટર (સીઈઈડબ્લ્યૂ)માં સૂર્ય ઉર્જા બાબતની પ્રોગ્રામ લીડ દિશા અગ્રવાલનું કહેવું છે, “ગુજરાત અને રાજસ્થાન એવા કેટલાક રાજ્યોમાં સામેલ છે, જેમના પાસે ખુબ જ વધારે ભૂમિ એવી છે, જે ઉપયોગ લાયક નથી. મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્ય સૌર પાર્કો માટે આટલો મોટો ભૂભાગ છોડવાનું જોખમ ઉઠાવી શકે નહીં. રોકાણનું અવકાશ છે, આનાથી રોજગાર વધે છે, સાથે જ વિજળીનું ઉત્પાદન કરીને બહાર વેચવાથી રાજસ્વ પણ કમાવી શકાય છે.”

મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સૌર ઉર્જા ઉત્પાદન માટેનો ખર્ચ પ્રતિ યુનિટ 3 રૂપિયા આવે છે. આ કોલસાથી ઉત્પન્ન થતી વીજળી કરતા ઓછી છે, જેની કિંમત પ્રતિ યુનિટ 3.5થી 4 રૂપિયા છે. સૌર ઉર્જાના વર્તમાન વિદ્યુત ગ્રિડ સાથે ઈન્ટીગ્રેટ કરવાથી ખર્ચમાં વધારો થાય છે, પરંતુ તે રોકાણકારોને આ ક્ષેત્રમાં આગળ આવવાથી રોકી શકશે નહીં.

તોમરે કહ્યું, ‘સૌર ઉર્જાની ઉત્પાદન ખર્ચ ખુબ જ ઓછો છે, તેથી ઈન્ટીગ્રેશન કોસ્ટ થોડો વધારે હોવા પર પણ વ્યાવહારિક છે.’

તેમણે કહ્યું, ‘ગુજરાત ડિસ્કોમની આર્થિક સ્થિતિ મજબૂત છે અને તે જનરેટરોને સમયસર ચુકવણી કરે છે, તેથી રોકાણકારોમાં ગુજરાતમાં પોતાનો સોલર પ્લાન્ટ સ્થાપવા માટે ભારે ઉત્સાહ છે.’

આ પાર્ક કેટલો વીજ પુરવઠો આપશે તે વિશે જણાવતાં મિસ્ત્રીએ કહ્યું હતું કે ‘એક મેગાવોટમાં લગભગ 4,000થી 5,000 યુનિટ વીજળી હોય છે. દરરોજ સરેરાશ એક ભારતીય પરિવાર 5 યુનિટ વીજળીનો વપરાશ કરે છે. આ પ્લાન્ટ સંપૂર્ણ તૈયાર થયા બાદ 30,000 મેગાવોટ વીજળી સપ્લાય કરશે. ‘

છ ડેવલપર્સ પાર્કને વિકસિત કરવા અને વિજળી ઉત્પાદનના કાર્યમાં લાગેલા છે, જેમાંથી પાંચ પવન અને સૌર બંને સ્ત્રોતોના માધ્યમથી ઉર્જાનું ઉત્પાદન કરશે.

ઉર્જાના પ્રત્યેક મેગાવોટ માટે બે હેકટર ભૂમિની જરૂરત હોય છે. આને નજરમાં રાખીને રાજ્ય સરકારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને 19,000 હેક્ટર, સર્જન રિયલિટીઝ અને સરકાર સંચાલિત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) બંનેમાંથી પ્રત્યેકને 9,500 હેક્ટર, રાજ્યની માલિકીવાળી ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનને 6,650 હેક્ટર અને ગુજરાત ઈન્ડસ્ટ્રીજ પાવર કંપની લિમિટેડ, જે રાજ્ય સરકારની જ કંપની છે, તેને 4,750 હેક્ટર ભૂમિ ફાળવવામાં આવી છે.

છઠ્ઠી કંપની કેન્દ્ર સરકારની ભારતીય સૌર ઉર્જા નિગમ (એસઈસીઆઈ) છે જે 23000 હેક્ટર ભૂમિને લઈને 11,500 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરશે.

ચિંતાઓ પણ થયો વધારો

2012માં જ્યારે ચારંકાનું ઉદ્ધાટન થયું ત્યારે મોદી, જેઓ તે સમયે રાજ્યના મુખ્યમંત્રી હતી, તેમને કહ્યું હતુ કે, આ ક્ષેત્રમાં નવી ક્રાતિંની શરૂઆત કરીશું અને રોજગાર સૃજનમાં સહાયતા મળશે. સાથે જ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સૂર્ય મંદિર અને તળાવનું નિર્માણના વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા.

પરંતુ સૌર પાર્ક નજીકના ગામોની યાત્રા જણાવે છે કે, આ વાયદાઓને પૂરા કરવામાં આવ્યા નથી. અહીં સુધી કે સ્થાનિક રસ્તાઓનો પણ વિકાસ થયો નથી.

સૌર પાર્કની નજીક રહેનાર બપૂત સિંહે જણાવ્યું, ગામના કેટલાક લોકો પાર્કમાં સુરક્ષા ગાર્ડના રૂપમાં કામ કરે છે. જ્યારે મોદીએ પાર્કનું ઉદ્ધાટન કર્યું હતુ તો અમારા બધા સાથે વિકાસ અને ફ્રિ વિજળીનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ અમારે ત્યાં કોઈ હોસ્પિટલ કે સારી શાળા નથી. હવે તો 10 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે.

સરપંચ સુમેશ સિંહ રાણા સહિત અનેક ગ્રામીણોએ કહ્યું કે, તેમને આ પાર્કથી આશા અનુસાર ફાયદો થયો નહીં, જેના માટે 200 એકરથી વધારે જમીન ગામ લોકો પાસેથી ખરીદવામાં આવી હતી.

ચારંકા ગામના દલિત ખેડુત દીબા હાજાએ કહ્યું, “મેં 16 એકર જમીન પર જીરૂ ઉગાડતો હતો પરંતુ જ્યારથી જમીન વેચી છે, હું બીજા લોકોના ખેતરોમાં કામ કરી રહ્યો છું. અમને રોજગાર મળ્યો નથી, જેનો અમારા સાથે વાયદો કર્યો હતો.”

જેમના પાસેથી જમીન અધિગ્રહણ કરવામાં આવી, તેમાથી માત્ર 39.3 ટકા લોકોને સૌર પાર્કમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી.

તેમાં બતાવવામાં આવ્યું, રાજ્ય મોટાભાગે દાવાઓ કરે છે કે, કૃષિ સંબંધી તે પરિવર્તનોથી ગ્રામીણ પુનરૂત્થાન થશે. પરંતુ વાસ્તવમાં ભૂમિના ઉપયોગમાં તે પરિવર્તન ઉત્પાદનની બધી જ રૂપરેખા બદલનાર છે, જે અંતત: વ્યાપક સ્તર પર મજબૂરીમાં પોતાની જમીન આપવાના કારણે નાના-મોટા ખેડૂતો માટે અસ્તિત્વનું સંકટ બની શકે છે.

જર્નલ ઓફ પીજેન્ટ સ્ટડીજના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ભારત સરકાર જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટે અને બહુપ્રતીક્ષિત અક્ષય ઉર્જાના વ્યાપક ઉત્પાદન માટે શુષ્ક ક્ષેત્રોમાં વધારે સૌર પાર્કોને વિકાસ કરે છે, પરંતુ આને લઈને વિશાળ આબાદીને અંધારામાં રાખવો જોઈએ નહીં.

સીઈઈડબ્લ્યૂની અગ્રવાલે કહ્યું કે, સૌર પાર્કેની આસપાસ રહેનાર આબાદી પર તેના પ્રભાવનો પર્યાપ્ત અધ્યન કરવામાં આવ્યો નહતો.

કચ્છ, જ્યાં પાણી એક દૂર્લભ સંસાધન છે, જ્યાં સોલર પાર્કથી 35 કિલોમીટર સ્થળથી લગભગ 35 કિલોમીટર દૂર રહેનાર ગામ લોકોને પોતાના સાથે કરવામાં આવેલા વાયદાઓને લઈને આશંકા છે.

વડાપ્રધાને જાહેરાત કરી હતી કે, ખારા પાણીનું એક સંયંત્ર આ વિસ્તારમાં રહેનારા આઠ લાખ લોકોને 10 કરોડ લીટર સ્વચ્છ પાણીની આપૂર્તિ કરશે.

મોટાગામના નિવાસી અને બકરી પાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા સમા મુશ્તા ઈબ્રાહિમે કહ્યું, “અમે પાછલા સપ્તાહે એક મહિના પછી પાણી મળ્યું. અમે સામાન્ય રીતે એક ખાનગી સપ્લાયર્સ દ્વારા 700 રૂપિયામાં 4,000 લીટર પાણી ખરીદતા હતા.”

તેમના મિત્ર અને પડોશી ગની જૈકબે કહ્યું, “અમને ખબર નથી કે, ખારા પાણીનું સંયંત્ર ક્યારે શરૂ થશે, તેમાં વર્ષો લાગી શકે છે અને કોણ જાણે તેમાં અમને ફાયદો થશે પણ કે નહીં? અમારા ત્યાં તો દરેક ઘરમાં પાણીનો નળ પણ નથી.”

જોકે, તોમરે તે વાતથી સ્પષ્ટ ઈન્કાર કર્યો કે સ્થાનિક સમુદાયોને તે પરિયોજનાઓથી પર્યાપ્ત લાભ મળતો નથી. તેમને કહ્યું, “તેઓ સૌર યોજનાઓના નિર્માણ દરમિયાન અને તેની જાળવણી માટે ત્યાં નોકરી મેળવી રહ્યાં છે. બેશક, કોલસા આધારિત પરિયોજનાઓની સરખામણીમાં એક વિશાળ ક્ષેત્રને અધિગ્રહણ કરનાર સૌર યોજનાઓમાં નોકરીઓની સંખ્યા ઓછી હોય છે, પરંતુ કોઈપણ રીતે વિસ્થાપન, પ્રદૂષણ અથવા પ્રતિકૂળ પર્યાવરણીય અસરો વિના નોકરી મેળવવી તે સ્થાનિક સમુદાયો માટે ચોક્કસપણે ફાયદાકારક છે. “

ચોક્કસપણ સૌર ઉર્જા રાજ્યનો વિકાસ કરશે પરંતુ તે વિકાસ સ્થાનિક લોકોના અહિતનું કારણ બનવું જોઈએ નહીં. સ્થાનિક લોકોના વિકાસ પછી જ સૌર ઉર્જા  રાજ્યના વિકાસનું કારણ બનવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat