Gujarat Exclusive > દેશ-વિદેશ > પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં થયેલી હિંસાને વિદેશી મીડિયાએ કેવી રીતે કવર કરી?

પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં થયેલી હિંસાને વિદેશી મીડિયાએ કેવી રીતે કવર કરી?

0
170

નવી દિલ્હી: આ વખતનો પ્રજાસત્તાક પર્વ (Republic Day) અનેક દ્રષ્ટિએ ઐતિહાસિક રહ્યો. કોરોના કાળમાં (Corona Pandemic) અનેક નિયમોના પાલન સાથે રાજપથ પર પરેડ (Republic Day Parade) યોજાઈ. જો કે આ પરેડ અનેક યાદગાર ક્ષણોની સાક્ષી પણ બની. ભારતના આકાશમાં પ્રથમ વખત 26 જાન્યુઆરીએ રાફેલના કરતબ જોવા મળ્યા, તો જમીન પર લદ્દાખની અદ્દભૂત ઝાંકી અને બાંગ્લાદેશની સૈન્ય ટૂકડીની માર્ચ જોવા મળી હતી.

એક તરફ સમગ્ર દુનિયા દેશની તાકાત જોઈ રહી હતી, તો બીજી તરફ ટ્રેક્ટર માર્ચમાં (Farmers Tractor March) સામેલ દિલ્હી આવેલા ખેડૂતો પણ પરેડ કરવાના હતા. આ વાતની ચોતરફ પ્રશંસા તઈ રહી હતી કે, આજે દિલ્હીમાં “જય જવાન- જય કિસાન”નો અદ્દભૂત સમન્વય જોવા મળશે. Foreign Media On Delhi Violence

જો કે સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોની ભીડમાંથી કેટલાક લોકોએ નક્કી કરેલા રૂટ કરતા અલગ માર્ગથી માર્ચ (Farmers Tractor March) નીકાળવાની શરૂઆત કરી દીધી. પોલીસના સમજાવવા છતાં આ લોકો પહેલાથી જ કંઈક છમકલુ કરવા આવ્યા હોય તેમ તેને અંજામ આપવા માંગતા હતા. જેથી પોલીસના (Delhi Police) તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થઈ રહ્યાં હતા.

બેકાબુ ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યુ અને બેરિકેડ તોડી નાંખી, પોલીસ કર્મચારીઓને ટ્રેક્ટર નીચે ચગદી મારવાનો પ્રયત્ન થયો. કેટલાક ઠેકાણે પોલીસ કર્મચારીઓ પર તલવારથી હુમલો કરવાનો પ્રયત્ન કરાયો, તો ક્યાંક વાહનોમાં તોડફોડ કરીને સરકારી સંપત્તિને નુક્સાન પહોંચાડવામાં આવ્યું. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા, તો ક્યાંક લાઠી ચાર્જ કરવા મજબૂર થવું પડ્યું. આમ છતાં બેકાબૂ ભીડ લાલ કિલ્લામાં પ્રવેશી ગઈ અને પોતાનો અલગ ઝંડો ફરકાવી દીધો. આટલું જ નહીં, ભારતને શરમજનક સ્થિતિમાં મૂકનારી આ બેકાબૂ ભીડે એવું ઘણું બધુ કર્યું, જે નહતુ કરવા જેવું.

આવા દ્રશ્યો દરેકને ડરાવી રહ્યાં હતા. જેને જોયા બાદ ટ્રેક્ટર પરેડનું (Farmers Tractor March) નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાએ તોફાની ટોળાને પોતાનો હિસ્સો માનવાનો ઈન્કાર કર્યો. આટલું જ નહીં આ સમગ્ર ઘટનાથી છેડો ફાડ્યો. પોલીસે ઈન્ટરનેટ સેવા પર રોક લગાવીને કાર્યવાહી શરૂ કરી દીધી. અત્યાર સુધીમાં પોલીસે 22 FIR દાખલ કરી છે અને તોફાનીઓની ઓળખ માટે CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, હવામાન વિભાગે 5 દિવસ ‘કોલ્ડવેવ’ની આગાહી કરી

જોત-જોતામાં આ હિંસક ઘટનાઓના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. વિદેશી મીડિયા, ખાસ કરીને ડિજિટલ વિંગમાં ભારતને શર્મશાર કરતી આ ઘટના સતત ચર્ચામાં રહી. કેટલાક ડિજિટલ મીડિયાએ આ ઘટનાને કેવી રીતે કવર કરી? તમે પ જાણો…

તોફાની ટોળાનું દિલ્હીમાં હિંસક પ્રદર્શન: ન્યૂયોર્ક ટાઈમ્સ Foreign Media On Delhi Violence
દિલ્હીમાં આ ઘટનાને અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સે (New York Times) કવર કરી હતી. જેણે પોતાના લેખમાં લખ્યું કે, છેલ્લા બે મહિનાથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ટ્રેક્ટર રેલી (Farmers Tractor March) દરમિયાન હિંસક બની ગયા. તોફાની ટોળાએ સુરક્ષા જવાનો પર હુમલા કર્યા. Foreign Media On Delhi Violence

આ તોફાની ટોળા પર ખેડૂત નેતાઓનું પણ નિયંત્રણ ના રહ્યું. ટોળાને કાબૂમાં કરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા.

આ લેખમાં ઘટના પહેલા દિલ્હીમાં રાજપથ પર યોજાયેલી પરેડનો (Republic Day Parade) ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે, થોડી વાર પહેલા અહીં નજીકમાં જ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય પરેડનું આયોજન થયું હતું. આ ઘટના ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શરમનું કારણ બની શકે છે. લેખમાં સરકારની નીતિઓ અને પોલીસની તૈયારીઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. Foreign Media On Delhi Violence

ખેડૂતોના એક જૂથે નક્કી કરેલી શરતોનો સરેઆમ ભંગ કર્યો: બીબીસી Foreign Media On Delhi Violence
ટોળાના હિંસક પ્રદર્શનને કવર કરતા BBCએ પોતાના લેખમાં લખ્યું છે કે, મોટાભાગના ખેડૂતો પોલીસ તરફથી મંજૂર કરાયેલા રૂટનું પાલન કરી રહ્યાં હતા. જો કે એક જૂથે બેરિકેડ તોડીને રાજધાનીમાં પ્રવેશ કર્યો અને શહેરમાં તોડફોડ કરી.

પોલીસ સાથે પણ અથડામણ થઈ અને તેમને ફટકારવામાં આવ્યા. કેટલાક મીડિયા કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા. ટોળાને કાબૂમાં કરવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી. BBCએ પોતાના અન્ય લેખમાં રાજપથ પર થયેલી પરેડ (Republic Day Parade) અને સેનાના શૌર્ય પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો.

બે મહિનાનું શાંતિપૂર્ણ પ્રદર્શન અચાનક હિંસક બન્યું: ધી ગાર્ડિયન Foreign Media On Delhi Violence
બ્રિટિશ મીડિયાએ મંગળવારે રાજધાનીમાં થયેલી હિંસાને કવર કરતા પોતાના રિપોર્ટમાં લખ્યું કે, ખેડૂતો પોતાની માંગને લઈને બે મહિનાથી શાંતિપૂર્ણ પ્રદર્શન (Farmers Protest In India) કરી રહ્યાં હતા. આ પ્રદર્શન સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલા કૃષિ કાયદાના (Farm Laws In India) વિરોધમાં છે.

ખેડૂતોનો દાવો છે કે, આ કાયદા લાગૂ થશે તો તેમની આજીવિકા અને ખેતી નષ્ટ થઈ જશે. પ્રજાસત્તાક પર્વ પર પહેલા રાજપથ પર પરેડ (Republic Day Parade) નીકળી અને પછી ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ. જો કે ટ્રેક્ટર રેલીમાં (Farmers Tractor March) સામેલ કેટલાક અરાજક તત્વો હિંસા પર ઉતરી આવ્યા અને અનેક ઠેકાણે તોડફોડ શરૂ કરી દીધી. પોલીસે ભારે જહેમત બાદ તોફાની ટોળા પર કાબૂ મેળવ્યો.Foreign Media On Delhi Violence

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9