વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે કેટલાક મહિના સુધી ચાલેલા ડ્રામા પછી અંતે Twitterને ખરીદી લીધુ છે. આ ડીલ 44 અબજ ડૉલરમાં થઇ છે. ટ્વિટરને ખરીદ્યા બાદ એલન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટથી the Bird is Freed ટ્વીટ કર્યુ હતુ, જેનો અર્થ છે પક્ષી આઝાદ થઇ ગયુ.
Advertisement
Advertisement
આ સાથે જ CEO પરાગ અગ્રવાલ સહિત ટોપ મેનેજમેન્ટના કેટલાક લોકોને પણ એલન મસ્કે બહારનો રસ્તો બતાવ્યો છે. જોકે, આ વાતની ઓફિશિયલ પૃષ્ટી થઇ નથી. એવા પણ રિપોર્ટ છે કે પરાગને બહાર કાઢવા પર તેને 346 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ડીલ તો પુરી થઇ ગઇ છે પણ તમે શું જાણો છો કે ટ્વિટર આટલુ મોટુ કેવી રીતે બની ગયુ અને તેની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઇ?
ટ્વિટરને જૈક ડૉર્સી, નોઆ ગ્લાસ, બિજ સ્ટોન અને ઇવાન વિલિયમ્સે માર્ચ 2006માં બનાવ્યુ હતુ પરંતુ શરૂઆતમાં ટ્વિટરનું ડોમેન twttr.com હતુ. છ મહિના પછી તેનું ડોમેન Twitter.comમાં બદલાયુ જે હજુ સુધી ચાલી રહ્યુ છે.
આ પ્લેટફોર્મ પર પ્રથમ ટ્વીટ જૈક ડૉર્સીએ 22 માર્ચ 2006માં કરી હતી. ટ્વીટમાં જૈકે લખ્યુ હતુ જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર (just setting up my twttr). આ ટ્વીટ ભારતીય સમય અનુસાર રાતના 2 વાગીને 20 મિનિટ પર કરવામાં આવ્યુ હતુ. એક રસપ્રદ વાત એ પણ છે કે આ ટ્વીટ હજુ પણ જોવા મળે છે જેનો માલિકીનો હક જૈકે વેચી દીધો છે.
આ સિવાય 22 જાન્યુઆરી 2010માં નાસાના અવકાશ યાત્રી ટી.જે.ક્રીમરે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી પ્રથમ વગર સહાયતાએ પ્રાપ્ત ઓફ અર્થ ટ્વિટર મેસેજ પોસ્ટ કર્યો હતો.
ટ્વિટરની શરૂઆત
માર્ચ 2006માં જૈક ડૉર્સી, નોઆ ગ્લાસ, બિજ સ્ટોન અને ઇવાન વિલિયમ્સે ટ્વિટરને બનાવ્યું.
જુલાઇ 2006માં ટ્વિટરને લૉન્ચ કરવામાં આવ્યું.
2007માં હૈશટેગના ઉપયોગનો પ્રસ્તાવ સૌથી પહેલા અમેરિકન બ્લૉગર, ઉત્પાદન સલાહકાર અને વક્તા ક્રિસ મેસ્સિનાએ 2007ના એક ટ્વીટમાં આપ્યો હતો. મેસ્સિનાએ ઉપયોગને પેટન્ટ કરાવવાનો કોઇ પ્રયાસ નથી કર્યો કારણ કે તેને લાગ્યુ કે ‘આ ઇન્ટરનેટથી પેદા થયુ, અને કોઇના સ્વામિત્વમાં નહતું.’
2012 સુધી, 100 મિલિયનથી વધારે યૂઝરે એક દિવસમાં 340 મિલિયન ટ્વીટ પોસ્ટ કરી અને સર્વિસને પ્રતિ દિવસ એવરેજ 6 બિલિયન સર્ચ ક્યૂએરીને સંભાળી.
2013માં, આ 10 સૌથી વધુ દેખાતી વેબસાઇટમાંથી એક હતી અને તેને ઇન્ટરનેટના એસએમએસના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું.
2019ની શરૂઆત સુધી ટ્વિટરના 330 મિલિયનથી વધારે મંથલી એક્ટિવ યૂઝર હતા.
ટ્વિટરની લોકપ્રિયતા માટે આ ઘટના ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ
ટ્વિટરની લોકપ્રિયતા માટે 2007 સાઉથ બાય સાઉથવેસ્ટ ઇન્ટરએક્ટિવ (SXSWi) સમ્મેલન મહત્વનું હતું. ઘટના દરમિયાન,
ટ્વિટરનો ઉપયોગ દરરોજ 20,000 ટ્વીટ્સથી વધીને 60,000 થઇ ગયો.
ટ્વિટર તે બાદ ઝડપથી આગળ વધવા લાગ્યુ. 2007માં પ્રતિ ત્રિમાસીક 400,000 ટ્વીટ પોસ્ટ કરવામાં આવી.
આ 2008માં પ્રતિ ત્રિમાસીક પોસ્ટ કરવામાં આવેલા 100 મિલિયન ટ્વીટ્સ સુધી વધી ગઇ
ફેબ્રુઆરી 2010માં ટ્વિટર યૂઝર પ્રતિ દિન 50 મિલિયન ટ્વીટ મોકલી રહ્યા હતા.
Advertisement