Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > 68 વર્ષ પહેલા ટાટાના હાથમાંથી કેવી રીતે ‘એર ઈન્ડિયા કંપની’ સરકાર પાસે ગઇ?

68 વર્ષ પહેલા ટાટાના હાથમાંથી કેવી રીતે ‘એર ઈન્ડિયા કંપની’ સરકાર પાસે ગઇ?

0
169

તારીખ 8 ઓક્ટોબર શુક્રવારે ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા એક ટ્વિટ કરે છે. ટ્વિટમાં લખે છે- “વેલકમ બેક એર ઈન્ડિયા” અસલમાં નુકશાનમાં ચાલી રહેલી સરકારી એર ઈન્ડિયા ફરી 18 હજાર કરોડમાં ટાટા સન્સ પાસે પરત આવી જાય છે.

ચોક્કસ આ એર ઈન્ડિયાની ઘર વાપસી છે. પરંતુ એવું શું થયું કે જે એર ઈન્ડિયા દશકો પહેલા ટાટાના હાથમાંથી નિકળીને સરકારી બની ગઈ હતી.

નવેમ્બર 1952 એક લંચ દરમિયાન જ્યાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને જહંગીર રતનજી દાદાભોય (જેઆરડી) ટાટા હાજર હતા, તે વખતે જેઆરડી ટાટાએ નેહરૂને કહ્યું કે, સરકારે જાણીજોઈને ટાટા સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. આ ટાટાની એર સેવાઓને કચડવાની સુનિયોજિત કોશિશ છે. પરંતુ નેહરૂએ કહ્યું હતુ કે સરકારનો એવો કોઈ જ ઈરાદો નથી. અસલમાં ટાટાની સરકાર પ્રત્યેની નારાજગી હતી કેમ કે, નેહરૂ ભારતીય એરલાઈન એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવા ઈચ્છતા હતા.

નેહરૂએ કેમ કર્યું એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ

1953માં સરકારે એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું અને કંપની સરકાર પાસે આવી ગઈ.

એર ઈન્ડિયાની સ્ટોરી ત્યાંથી ચાલું થાય છે જ્યારે જેઆરડી પોતાના મિત્રો સાથે મળીને ટાટા એર મેલ નામની કંપની શરૂ કરે છે. તેઓ બે સેકેન્ડ હેંડ સિંગલ એન્જિન એર ક્રાફ્ટ ખરીદે છે, 11 લોકો સ્ટાફમાં હોય છે, બે પાયલટ, ત્રણ એન્જિનિયર, ચાર કુલી અને બે ચોકીદાર નિયુક્ત કરવામાં આવે છે.

15 ઓક્ટોબર 1932 ટાટા એર મેલ પોતાની પહેલા ઉડાન કરાચીથી મુંબઈ સુધી ભરે છે. જેઆરડી ટાટા પોતે તેના પાયલટ બને છે. 1938 આવતા-આવતા કંપનીનું નામ ટાટા એરલાઈન્સ થઇ જાય છે અને તે દેશને બહાર ઉડાન ભરવા લાગે છે.

વર્ષ 1946માં કંપનીનું નામ વિશ્વભરમાં ચમકી જાય છે એર ઈન્ડિયા અને તેની સાથે જ આને પબ્લિક કંપની બનાવી દેવામાં આવે છે. આંતરાષ્ટ્રીય ઉડાનો માટે ટાટા સરકાર સાથે મળીને એર ઈન્ડિયા ઈન્ટરનેશનલની રચના કરે છે. ટાટા અને સરકાર વચ્ચે કરાર થાય છે જે હેઠળ એર ઈન્ડિયાના 49 ટકાની ભાગીદારી સરકાર પોતાની પાસે રાખે છે.

1952માં આખી દુનિયાની એરલાઇન કંપનીઓ નુકશાન કરવા લાગે છે. પોતાની 49 ટકા ભાગીદારી હોવાના કારણે ભારત સરકારને ચિંતા થવા લાગે છે. ત્યારે ભારતનું યોજના આયોગ બધી એરલાઈન્સને એકિકૃત કરીને તેમનું નિગમ બનાવવાની ભલામણ કરે છે. જે પછી એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થઈ જાય છે.

2007 આવતા-આવતા એર ઈન્ડિયા ખુબ જ ખરાબ રીતે નુકશાનમાં જતી રહી છે. સરકાર આનું ઈન્ડિયન એરલાઈન્સ સાથે વિલય કરાવી દે છે. આ વિલય પછી તો એર ઈન્ડિયા પ્રતિદિવસ લગભગ 20 કરોડ રૂપિયાનું નુકશાન કરવા લાગે છે.

આને ખરીદવામાં ટાટા સન્સ સૌથી આગળ રહે છે અને એર ઈન્ડિયા બીજી વખત ટાટા પાસે આવી જાય છે. જણાવી દઈએ કે, હવે એર ઈન્ડિયા ઉપરાંત ટાટા પાસે એર એશિયા અને વિસ્તારા એર લાઈન્સની પણ ભાગીદારી છે.

ટાટા સન્સે અંતે 68 વર્ષે ફરી એક વખત પોતે સ્થાપેલી એર ઈન્ડિયાનું સુકાન સંભાળવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્ર સરકારે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવા માટે તાતા સન્સની રૂ. 18,000 કરોડની બોલી સ્વીકારી લીધી છે.

સરકારે શુક્રવારે તાતા સન્સ બોલી જીત્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. કેટલાક દિવસ પહેલાં જ સરકારની જાહેરાત પહેલાં જ આ માહિતી મીડિયામાં લીક થઈ ગઈ હતી. જોકે, તે વખતે સરકારે આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાયાની જાહેરાત કરી હતી.

રોકાણ અને જાહેર અસ્કયામત સંચાલન વિભાગના સચિવ તુહિન કાન્તા પાંડેએ શુક્રવારે કહ્યું કે, એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો ખરીદવા તાતા સન્સના એકમ ટેલેસ પ્રા. લિ.એ રૂ. 15,300 કરોડનું દેવું ટેકઓવર કરવા તથા રૂ. 2,700 કરોડની રોકડમાં ચૂકવણીની ઓફર કરી હતી. ડિસેમ્બર 2021 સુધીમાં આ સોદો પૂરો થવાની શક્યતા છે.

આ વખતે સરકારે રોકાણકારોને એર ઈન્ડિયાનું દેવું ટ્રાન્સફર કરવા સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો હતો. નવા રોકાણકારને ટેકઓવર માટે 85:15ના રેશિયોથી દેવાનું પ્રમાણ નિશ્ચિત કરવાની સુવિધા અપાઈ હતી. એર ઈન્ડિયાનું વર્ષ 2007માં સ્થાનિક ઓપરેટર ઈન્ડિયન એરલાઈન્સ સાથે જોડાણ કરાયું ત્યારથી તે દેવામાં ડૂબેલી હતી.

એરલાઈન પર કબજો કરવાની સાથે તાતા સન્સને ડોમેસ્ટિક એરપોર્ટ્સ પર 4,400 ડોમેસ્ટિક અને 1800 આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ તેમજ વિદેશના એરપોર્ટ્સ પર 900 સ્લોટનું નિયંત્રણ મળશે. આ સાથે તાતા સન્સને લો-કોસ્ટ આર્મ એર ઈન્ડિયા એક્સપ્રેસનું 100 ટકા અને એઆઈએસએટીએસનું 50 ટકા નિયંત્રણ મળશે, જે મોટાભાગના ભારતીય એરપોર્ટ્સ પર કાર્ગો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા પૂરી પાડશે.

એર ઈન્ડિયા અને તેની સંલગ્ન કંપનીઓનું સંયુક્ત દેવુ રૂ. 61,562 કરોડ છે, જેમાંથી ટાટા રૂ. 15,300 કરોડનું દેવું ટેકઓવર કરશે. બાકીનું રૂ. 46,626 કરોડનું દેવું સ્પેશિયલ પરપઝ વ્હિકલ એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિ. (એઆઈએએચએલ)ને ટ્રાન્સફર કરાશે. પાંડેએ જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં એર ઈન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ હેઠ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે તાતાના બીડને 4થી ઓક્ટોબરે મંજૂર કર્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat