આગ્રા: આગ્રાના માલવામાં એક મજૂરના નામ પર એક કરોડથી વધુ લોન લેવાની ઘટના સામે આવી છે. મજૂરના નામ પર 8 ટ્રેક્ટર, થ્રેશર સહિત કેટલાક કૃષિ યંત્રો પર બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોન આપવામાં આવી છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મજૂરનું અચાનક મોત થયા બાદ વસૂલીનો લેટર તેના પિતાને મળ્યો હતો.
Advertisement
Advertisement
બેન્કનો લેટર મળ્યા બાદ મજૂરના પરિવારજનો ચોકી ગયા હતા. પીડિત પિતાએ આ મામલે કાર્યવાહી માટે એસપી સહિત સોયત પોલીસ સ્ટેશનમાં એક ટ્રેક્ટર એજન્સીના સંચાલક વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પરંતુ 5 મહિનાથી વધુ સમયના ચક્કર કાપ્યા છતા પણ તેની કોઇ સુનાવણી થઇ નથી.
ટ્રેક્ટર શો રૂમ પર કરતો હતો કામ
સોયત પોલીસ સ્ટેશન અંતર્ગત શ્રીપતપુરા ગામમાં અનોખી ઘટના સામે આવી છે. આરોપ છે કે એક ટ્રેક્ટર એજન્સીના શો રૂમ પર નોકરી કરનારા મજૂર પવનના નામ પરથી 8 ટ્રેક્ટર, 5 થ્રેસર સહિત આશરે 2 ડઝન અન્ય કૃષિ યંત્રની લોન બેન્ક પાસેથી લેવામાં આવી છે. આ શો રૂમ પર યુવક 7 વર્ષથી મજૂરી કરી રહ્યો હતો. હવે મજૂર યુવકના પિતાએ ટ્રેક્ટર શો રૂમના સંચાલકો પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવતા સોયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બેન્ક ઓફ ઇન્ડિયાએ આપી હતી લોન
હવે આ કેસમાં કેટલાક સવાલ ઉભા થઇ રહ્યા છે.એક મજૂરને કેવી રીતે એક બેન્કે આટલી મોટી લોન આપી દીધી, જે બેન્ક (બેન્ક ઓફ ઇન્ડિયા) દ્વારા આટલી મોટી લોન આપવામાં આવી તે આગ્રાના રાજગઢમાં છે. જ્યારે તે આ અધિકાર ક્ષેત્રમાં નહતી તો પછી લોન કેવી રીતે આપવામાં આવી? સૂત્રો અનુસાર, યુવકને લોન કોઇ અનુસૂચિત જાતિ જનજાતિ માટે ચલાવવામાં આવી રહેલી સરકારી યોજના હેઠળ આપવામાં આવી હતી. તો શું આ પુરી રમત યોજનાબદ્ધ રીતે સબસિડી હડપવા માટે કરવામાં આવી હતી.
Advertisement