Gujarat Exclusive > યુથ > મનોરંજન > કરોડો રૂપિયા ખર્ચ્યા સારવારમાં છતાં ના બચ્યા ઈરફાન અને રિશિ, જાણો કેટલી ભયાનક છે આ બીમારી

કરોડો રૂપિયા ખર્ચ્યા સારવારમાં છતાં ના બચ્યા ઈરફાન અને રિશિ, જાણો કેટલી ભયાનક છે આ બીમારી

0
1479

મુંબઈ: છેલ્લા બે દિવસોમાં હિન્દી સિનેજગત માટે આઘાત જનક રહ્યાં છે. આ બે દિવસોમાં બોલિવૂડના બે દિગ્ગજ અભિનેતાઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી. બુધવારે અભિનેતા ઈરફાન ખાનનું નિધન થયું, તો ગુરૂવારે રિશિ કપૂરે મુંબઈની એક હોસ્પિટલમાં લાંબી બીમારીને અંતે અંતિમ શ્વાસ લીધા.

◘ ખૂબ ખર્ચાળ છે આ બીમારીઓની સારવાર
સંકટના આ સમયમાં બધા જાણવા માંગે છે કે, આખરે આ બે અભિનેતાઓને એવી કંઈ બીમારી હતી, જેમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કર્યા બાદ પણ બન્ને અભિનેતા જિંદગી સામે જંગ હારી ગયા. આટલું જ નહી, આ અભિનેતાઓએ વિદેશોમાં જઈને પોતાની બીમારીની સારવાર કરાવી હતી. તો ચાલો તમને જણાવીએ કે, ઈરફાન ખાન અને રિશિ કપૂર કંઈ બીમારીથી પીડાતા હતા…

► કોલન ઈન્ફેક્શને લીધો ઈરફાન ખાનનો જીવ
પહેલા વાત કરીએ ઈરફાન ખાનની તો, જેમનું અવસાન બુધવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા 2 વર્ષ કરતા પણ વધારે સમયથી ન્યોરોએન્ડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી સામે જજૂમી રહ્યાં હતા. જે એક પ્રકારનું કેન્સર જ છે. ઈરફાન ખાન કોલન ઈન્ફેક્શનના કારણે જિંદગીની જંગ હારી ગયા. ઈન્ફેક્શનના કારણે જે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

• શું હોય છે કોલન ઈન્ફેક્શન?
→ કોલન એટલે મળાશય હોય છે. જે આપણા શરીરમાં પાચનતંત્રનો જ એક ભાગ હોય છે. કોલન ઈન્ફેક્શન ત્યારે થાય છે, જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, તો આપણું શરીર ખોરાકને પચાવ્યા બાદ લિક્વિડ અને હાર્ડ મટીરિયલને અલગ-અલગ કરી દે છે. આ કામ આંતરડામાં થાય છે. જે બાદ વેસ્ટ મટીરિયલ કોલનમાં જમા થાય છે અને મળ તરીકે બહાર આવે છે.
→ કોલનમાં ઈન્ફેક્શન એવા સમયે થાય છે, જ્યારે આપણું બોડી એવો ખોરાક ગ્રહણ કરે છે, જેને પચાવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે અથવા પછી ખોરાક યોગ્ય રીતે પચીના શકે. આ પ્રકારનું વેસ્ટ ફૂડ આપણા કોલનમાં જમા થવા લાગે છે. આ સાથે જ પચાવવાના પ્રયાસ દરમિયાન જે રાસાયણિક તત્વ આપણા પાચનતંત્રમાં બન્યા હતા, તે પણ કોલનમાં અલગ-અલગ ફોર્મમાં જમા થઈને તેને નુક્સાન પહોંચાડવા લાગે છે.
→ આ પ્રક્રિયા જો લાંબા સમય સુધી ચાલુ રહે, તો ધીમે-ધીમે કોલનમાં કફ જમા થઈ જાય છે અને મળ ત્યાગ કરવા સમયે થનારી તકલીફો વધવા લાગે છે. આ એજ સ્ટેજ હોય છે, જ્યારે વ્યક્તિ મોતના મુખમાં ધકેલાઈ જાય છે.

► રિશિ કપૂર લ્યૂકેમિયાથી પીડિત હતા
રિશિ કપૂર છેલ્લા 2 વર્ષથી લ્યૂકેમિયાથી પીડિત હતા. આ બીમારી કેન્સરનું એવું રૂપ હોય છે, જે શરીરના એ હિસ્સાને નબળુ પાડી દે છે, જેનાથી આપણે બહારના ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ મળે છે.

• શું હોય છે લ્યૂકેમિયા?
→ શરીરમાં લોહી બનાવનારા રક્તકણો ઉપરાંત બોન મૈરો અને લિંફેટિક સિસ્ટમમાં થનારા કેન્સરની બીમારીને લ્યૂકેમિયા કહે છે. આ બીમારીની શરૂઆત એવી જગ્યાથી થાય છે, જ્યાંથી આપણા શરીરને દરેક પ્રકારના સંક્રમણથી લડવાની તાકાત મળે છે.

→ જણાવી દઈએ કે, સફેદ બ્લડ સેલ્સ (WBC) જ આપણા શરીરમાં સંક્રમણથી લડવાની ક્ષમતા વિક્સિત કરે છે. લ્યૂકેમિયાના દર્દીઓમાં WBCના અસામાન્ય થઈ ગયા બાદ શરીરમાં બહારના ચેપ સામે લડવાની ક્ષમતા નથી રહેતી અને તે નબળુ પડી જાય છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

આખરે કેમ મનાવવામાં આવે છે ‘મજૂર દિવસ’? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ