Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > 5 કેમેરાવાળો Honor 10X Lite સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

5 કેમેરાવાળો Honor 10X Lite સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

0
204

નવી દિલ્હી: ચીનની પોપ્યુલર સ્માર્ટફોન કંપની હુવાવેની સબ-બ્રાન્ડ ઓનરે સ્માર્ટફોન Honor 10X Lite લોન્ચ કર્યો છે. Honor 10X Lite ફોનને 229.90 યૂરો એટલે અંદાજે 20,200 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઓનર 10એક્સ લાઇટમાં 4 રિયર કેમેરાના સેટઅપ સાથે જ પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. 3 કલર વિકલ્પ સાથે આ ફોનમાં 4GB RAM+128GB સ્ટોરેજવાળો સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યો છે. મંગળવારે ઓનરે આ ફોનને ગ્લોબલી લોન્ચ કર્યો. આ અગાઉ આ ફોન સાઉદી આરબ, રશિયા, ફ્રાન્સ અને જર્મનીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

મોટી સ્ક્રિન અને 3 કલરમાં ઉપલબ્ધ

Honor 10X Liteને કંપનીએ Emerald Green, Icelandic Frost અને Midnight Black જેવા કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો હતો. Honor 10X Liteની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો 6.67 ઇન્ચનું full HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનનું સ્ક્રિન રિઝોલ્યૂશન 1080×2400 પિક્સલ છે. Android 10 પર બેસ્ડ આ ફોનના MagicUI 3.1માં ગૂગલ પ્લે અને ગૂગલ એપ્સ જેવી એપ્લિકેશન નથી, તેના બદલે આ ફોનમાં Huawei App Gallery આપવામાં આવી છે, જ્યાંથી ઇચ્છા મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચો: લાવાનો સસ્તો ફીચર ફોન Lava Flip લોન્ચ, યાદ આવી જશે જૂના દિવસો

ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAhની બેટરી

Honor 10X Liteમાં octa core HiSilicon Kirin 710A SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે ખૂબ જ પાવરફુલ છે અને કંપની તેના પરફોર્મન્સને લઇને અનેક દાવા કરી રહી છે. આ ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

5 કેમેરા સાથે ફોન લોન્ચ

Honor 10X Lite સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા સાથે જ રિયરમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. જ્યારે સેકેન્ડરી કેમેરો 8 મેગાપિક્સલનો છે અને બાકીના બંને કેમેરા 2-2 મેગાપિક્સલના છે, જે ડેપ્થ સેન્સર અને મેક્રો લેન્સ સાથે છે. ભારતમાં ટૂંક સમયમાં જ Honor 10X Lite લોન્ચ કરવામાં આવશે.