Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > Honda car ખરીદવાની શાનદાર તકઃ રુ. 2.50 લાખ સુધી ડિસ્કાઉન્ટની ઓફર

Honda car ખરીદવાની શાનદાર તકઃ રુ. 2.50 લાખ સુધી ડિસ્કાઉન્ટની ઓફર

0
262

Honda Cars India સેલ વધારવા ઓગસ્ટમાં ઓફર લાવી

નવી દિલ્હીઃ કારના શોખીનો માટે હોન્ડા (Honda Cars)ની ગાડીઓ ખરીદવાની શાનદાર તક આવી છે. કંપની પોતાની સેલ વધારવા માટે આકર્ષકર ઓફર લઇને આવી છે. જેમાં રુ.2.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ (Discount) અને અન્ય બેનિફિટ્સ મળી શકે છે.

Honda Cars India Limitedએ લોકડાઉન બાદ પોતાના વિવિધ મોડલ્સને BS6 એન્જીનમાં અપગ્રેડ કર્યું છે. કંપની હવે પોતાની સેલને વધારવા માટે અનેક મોડલ્સમાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. Honda Amazeથી લઇ Honda City સુધીની મોટા ભાગની કાર્સમાં ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ ઓફર્સ લઇને આવી છે.

આ પણ વાંચોઃ Detel Easy: ભારતમાં દુનિયાનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલર લૉન્ચ

Honda WR-Vમાં રુ.10,000નું ડિસ્કાઉન્ટ

honda wr1 photo

કંપનીની આ ધાંસુ કારમાં 10,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ ઓગસ્ટ 2020માં ઓફર કરી રહી છે. તેમાં 6000નું લોયલ્ટી બોનસ અને 4000 રુપિયાનું કોર્પોરેટ બોનસ પણ આપી રહી છે.

Honda Amazeમાં રુ.25000 સુધીના લાભ

hoda amaze photo

હોન્ડાની આ પોપ્યુલર કાર (4મીટરથી ઓછી લાંબી) કોમ્પેક્ટ સિડાનમાં 25000 રુપિયા સુધીના લાભ છે. તેમાં 15000 રુપિયાનું એક્સચેન્જ બોનસ, 6000 રુપિયાનું લોયલ્ટી બોનસ અને 4000 રુપિયાનું કોર્પોરેટ બોનસ કંપની આપી રહી છે.

આ પણ વાંચોઃ માઇકલ જોર્ડનના 35 વર્ષ જૂના સ્નીકર્સ કરોડો રૂપિયામાં વેચાયા, તૂટ્યો રેકોર્ડ

Honda City 4th જનરેશનમાં 59 હજારનું ડિસ્કાઉન્ટ

honda city photo

હોન્ડા સિટીના 4th જનરેશન મોડલ પર 25000 રુપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે, ઉપરાંત 20000 રુપિયાનું એક્સચેઇન્જ બોનસ. 6000 રુપિયાનું લોયલ્ટી અને 8000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ પણ મળી રહ્યું છે.

Honda Civicમાં રુ.2.50 લાખ સુધી ડિસ્કાઉન્ટ

હોન્ડા સિવિક 2.5 લાખ રુપિયા સુધી ઓગસ્ટ મહિનામાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારના પેટ્રોલ વેરિયન્ટ પર એક લાખ રુપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને ડિઝલ મોડલ પર 2.50 લા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉપરાંત લોયલ્ટી બોનસ અને કોર્પોર્ટ બોનસ પણ મળી રહ્યું છે.