Gujarat Exclusive > દેશ-વિદેશ > ગૃહ મંત્રાલયે કહ્યું- લોકડાઉનનું થઈ રહ્યું છે ઉલ્લંઘન, રાજ્યોને નવા દિશા-નિર્દેશ

ગૃહ મંત્રાલયે કહ્યું- લોકડાઉનનું થઈ રહ્યું છે ઉલ્લંઘન, રાજ્યોને નવા દિશા-નિર્દેશ

0
2467

કોરોના વાયરસના કારણે દેશભરમાં પાછલા બે મહિનાથી લોકડાઉન છે. પરંતુ ચોથા લોકડાઉન પછી રાજ્યોને અનેક રીતની છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. મોટાભાગના રાજ્યોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બધી દુકાનોને ખોલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ વચ્ચે કેટલીક જગ્યાઓ ઉપર લોકડાઉનના નિયમના ઉલ્લંઘનના સમાચાર સામે આવી રહ્યાં છે. જેના પર પોતે ગૃહ મંત્રાલય ધ્યાન દોર્યું છે અને કહ્યું કે, આ નિયમોના કડકાઈપૂર્વક પાલન કરવામાં આવે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી રજૂ કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનના નિયમોને તોડવામાં આવી રહ્યાં હોય તો લોકલ ઓર્થોરિટીને કડક પગલાઓ ભરવા જોઈએ. કોરોના સંક્રમણને રોકવા માટે આવું કરવું જરૂરી છે. તે ઉપરાંત ગૃહમંત્રાલયે રાજ્યોને કેટલીક બાબતો ઉપર ધ્યાન આપવા માટે નિર્દેશ આપ્યા છે. તેની માહિતી નીચે મુદ્દા પ્રમાણે આપવામાં આવી છે.

– કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈપણ રીતની છૂટ આપવી જોઈએ નહીં. કોવિડ-19થી બચવા માટે આવા વિસ્તારોમાં કડકાપૂર્વકના લોકડાઉનના નિમય જરૂરી છે.

– રાજ્યોએ કેટલાક વિસ્તારોમાં અલગ-અલગ એક્ટિવિટી ખોલવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આમાં જો શરતોનું પાલન થઈ રહ્યું નથી તો ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

– બધા જ રાજ્યા નાઈટ કર્ફ્યૂને કડકાઈપૂર્વક પાલન કરાવે. સાંજે સાત વાગ્યાથી લઈને સવારે સાત વાગ્યા સુધી માત્ર મેડિકલ દુકાનો અથવા એવી જ આવશ્યક ચીજોની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે.

– ધ્યાન રાખો કે, દરેક વ્યક્તિના મોઢા ઉપર માસ્ક હોવું જરૂરી છે. ટ્રાન્સપોર્ટ અથવા પબ્લિક પ્લેસમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવે. આ દરેક રાજ્યની લોકલ ઓર્થોરિટીની જવાબદારી છે.

– ગૃહ મંત્રાલય તરફથી દરેક રાજ્યના ચીફ સેક્રેટરીને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે કે, પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવે. કોરોના સામે લડવા માટે કેન્દ્ર તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે, તેનું પાલન થવું જોઈએ.

કોરોના મહામારીમાં પણ કેમ દેવી-દેવતાઓ ઉપર અભદ્ર ટીપ્પણી થઈ રહી છે?