Gujarat Exclusive > દેશ-વિદેશ > J&Kમાં બધુ ઠીક છે?, ગૃહ મંત્રાલયે 10 હજાર જવાનોને પરત બોલાવ્યા

J&Kમાં બધુ ઠીક છે?, ગૃહ મંત્રાલયે 10 હજાર જવાનોને પરત બોલાવ્યા

0
120

નવી દિલ્હી: ગૃહમંત્રાલયે આજે બુધવારે જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્રીય સુરક્ષા દળોની 100 કંપનીઓને તાત્કાલિક પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે, આ 100 કંપનીઓમાં CRPFની 40, BSFની 20, SSBની 20 અને ISFની 20 કંપનીઓ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તૈનાત હતી.

ગૃહમંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી લગભગ 10,000 અર્ધસૈનિક દળોના જવાનોને તાત્કાલિક પરત બોલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ગૃહમંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની તૈનાતીની સમીક્ષા પછી આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: નોકરી ઇચ્છુક લોકો માટે ખુશખબર, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને મંજૂરી

ગત વર્ષે ઓગસ્ટમાં થઈ હતી તૈનાતી

અર્ધસૈનિક દળોને ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નષ્ટ કરવા અને વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કર્યા પછી સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવા માટે તૈનાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની તૈનાત 100 સીઆરપીએફ કંપનીઓને તત્કાલ પરત બોલાવવા અને તેમને દેશમાં તેમના નિર્ધારિત સ્થાનો પર પરત જવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલય તરફથી જારી નિર્દેશો મુજબ, આ અઠવાડિયા સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF)ની કુલ 40 કંપની અને સીઆઈએસએફ, બીએસએફ અને એસએસબીની 20-20 કંપની જમ્મુ-કાશ્મીરમાંથી પરત ફરશે.

આ પણ વાંચો: અયોધ્યા: રામ મંદિરમાં 1 ગ્રામ પણ લોખંડનો ઉપયોગ થશે નહીં, 1000 વર્ષ સુધી રહેશે અડીખમ

નોંધનીય છે કે, સીએપીએફની એક કંપનીમાં લગભગ 100 કર્મીઓની ક્ષમતા હોય છે.

ગૃહ મંત્રાલયે અગાઉ મે મહીનામાં પણ જમ્મુ-કાશ્મીરમાંથી 10 સીએપીએફ ટુકડીને પરત બોલાવી હતી.