Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અમિત શાહે વાવાઝોડા ‘વાયુ’ માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

અમિત શાહે વાવાઝોડા ‘વાયુ’ માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

0
357

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા “વાયુ”ના કારણે ઉભી થનાર સ્થિતિનો સામનો કરવા સબંધિત રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે વરિષ્ઠ અધિકારઓને સંભવિત ઉપાયો શોધવા માટેના આદેશ આપ્યા છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોને એલર્ટ કરવામાં આવી છે.

અગાઉ ભારતીય વાયુસેના વિભાગે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે વાવાઝોડુ “વાયુ” (Cyclone VAYU) સક્રિય થયું છે. આ વાવાઝોડુ ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાનું ખતરો છે. આગામી 13 જૂનના રોજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પહોંચવાની સંભાવના છે.

વિભાગે આગામી 24 કલાકોમાં વાવાઝોડુ ગંભીર સ્વરૂપ ધારણ કરવાની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે, ઉત્તરની તરફ આગળ વધતું વાવાઝોડુ “વાયુ” 13 જૂનના રોજ સવારે ગુજરાતના કાંઠા વિસ્તારો જેવા કે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ પર ત્રાટકી શકે છે. જેની ગતિ 115થી 130 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકારે પણ હાઈ એલર્ટ આપતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં NDRFનો કાફલો ખડકી દીધો છે.

કાંઠા વિસ્તારોમાં માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.