Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશભરમાં હોળીની ઉજવણી, વિશ્વના અલગ-અલગ દેશોમાં કેવી રીતે મનાવાય છે રંગોનો તહેવાર

દેશભરમાં હોળીની ઉજવણી, વિશ્વના અલગ-અલગ દેશોમાં કેવી રીતે મનાવાય છે રંગોનો તહેવાર

0
616

સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં અલગ-અલગ ઠેકાણે વિભિન્ન પરંપરાઓ સાથે હોળી મનાવાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે, હોળીનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે, પરંતુ ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ હોળીનો તહેવાર ભારે ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. જો કે તેને ઉજવવાની રીત થોડી અલગ હોય છે. અનેક દેશોમાં હોળી તો ના કહેવાય, પરંતુ તેને જેવા તહેવારો જરૂર મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ભારત ઉપરાંત એવા દેશો વિશે જ્યાં અલગ-અલગ પ્રકારે આ તહેવાર મનાવવામાં આવે છે. ખાસ વાત છે કે, વિદેશોમાં પણ આ તહેવાર પાછળ અલગ પ્રકારની કથાઓ અને પરંપરાઓ પ્રચલિત છે.

નેપાળમાં ‘લોલા ઉત્સવ‘
સૌ પ્રથમ વાત ભારતના પડોશી દેશ નેપાળની, તો તે પણ હોળી મનાવવામાં પાછળ નથી. નેપાળમાં હોળીના તહેવામાં એક બીજા પર લોલા ફેંકવાનો રિવાજ છે. જણાવી દઈએ કે, નેપાળમાં રંગ મિશ્રિત પાણીના ફુગ્ગાને લોલા કહેવાય છે. અહીંના લોકો રંગોમાં ડૂબાડવા માટે પાણીના મોટા-મોટા ટબ રાખે છે. બાદમાં લોકો એકબીજા પર લોલા ફેંકીને આ તહેવારની મજા માણે છે.

જાપાન ‘ચેરી ઉત્સવ‘
જાપાનમાં મનાવવામાં આવતો આ એક અનોખો તહેવાર છે, જે પોતાના આગવા અંદાજ માટે જાણીતો છે. આ તહેવાર માર્ચ-એપ્રિલમાં મનાવાય છે. આ મહિને આ તહેવાર ઉજવવાનું કારણ છે કે, આ સમયે ચેરીના વૃક્ષમાં ફૂલ આવવાનો સમય હોય છે. આ દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે ચેરીના બગીચાઓમાં બેસીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. લોકો વૃક્ષની નીચે પડનારા ચેરીના ફૂલોની પાંખડીથી સૌનું સ્વાગત કરે છે. સમગ્ર દિવસભર ચાલનારા આ તહેવામાં વિશેષ પ્રકારનું ભોજન અને ગીત, સંગીત અને ડાન્સ કરવાનો રિવાજ પણ હોય છે.

સ્પેનમાં ‘લા ટોમાટીના‘ ઉત્સવ
સ્પેનના વૈલેશિયા શહેરમાં પ્રત્યેક વર્ષે માર્ચમાં “આગ ની રાત”નામે ઉજવવામાં આવે છે. જેમાં આતશબાજી ઉપરાંત સાંઢ સાથે યુદ્ધ દ્વારા મનોરંજન કરવામાં આવે છે. આ ઉપરાંત સ્પેનમાં ટામેટાની હોળી વિશ્વ પ્રખ્યાત છે. ‘લા ટોમાટીના‘ નામના આ તહેવારનું કોઈ ધાર્મિક મહત્વ નથી, પરંતુ આ વિશ્વનો સૌથી મોટો ટામેટા ઉત્સવ છે. જેમાં દેશ-વિદેશથી લોકો ભાગ લેવા પહોંચે છે. આ તહેવાર દર વર્ષે ઓગસ્ટ મહિનાના અંતિમ શનિવારે ઉજવાય છે.

આફ્રીકામાં ‘ઓમેના બોંગા‘ ઉત્સવ
આફ્રીકા ખંડમાં કેટલાક દેશોમાં ‘ઓમેના બોંગા‘ નામથી આ તહેવાર ઉજવાય છે. જેમ આપણા દેશમાં હોળીનું દહન કરવામાં આવે છે, તેમ આ પર્વમાં પણ એક જંગલી દેવતાને સળગાવવામાં આવે છે. આ દેવતાને પ્રિન બોંગા કહે છે. જેને સળગાવીને લોકો નાચે છે અને નવા પાકના સ્વાગતમાં ખુશી મનાવે છે. આ અવસરે પારંપારિક નૃત્ય પણ કરવામાં આવે છે.

શ્રીલંકામાં ભારતની જેમ હોળીની ઉજવણી
શ્રીલંકામાં તો હોળીનો તહેવાર તદ્દન આપણા દેશની જેમ જ મનાવવામાં આવી છે. શ્રીલંકામાં ભારતની જેમ જ રંગ અને ગુલાલની પિચકારીથી હોળી રમવામાં આવે છે. લોકો એકબીજા પર ગુલાલની છોળો ઉડાડે છે.

ઓસ્ટ્રેલિયામાં ‘ચિનચિલા મેલન ફેસ્ટિવલ‘
જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અહીં હોળીના તહેવારનો અલગ જ અંદાજ જોવા મળી છે. ભારતમાં જેમ હોળીના દિવસે ચોતરફ રંગો જોવા મળે છે. એમ અહી દરેક ઠેકાણે તરબૂચ જોવા મળે છે. આ તહેવાર પર આવું લાગે છે કે, તરબૂચની નદી વહેવા લાગી હોય. આ તહેવારમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. જેમાં અહીંના લોકો ભાગ લે છે.

કોરોના વાયરસ: ઈરાનમાં ફસાયેલા 58 ભારતીયોનું રેસ્ક્યૂ, પરિવારમાં ખુશી