હોળીનો તહેવાર આ વખતે સાત અને આઠ માર્ચે ઉજવવામાં આવશે. ભારતમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ફૂલોની હોળી રમાય છે તો કેટલીક જગ્યાએ ગુલાલની હોળી રમાય છે. આજે પણ કેટલાક રાજ્યમાં પાક્કા રંગથી હોળી રમવામાં આવે છે. પાણીના રંગથી હોળી રમવા માટે લોકો ઉત્સાહિત પણ રહે છે. પાક્કા રંગથી હોળી રમતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ઘણુ જરૂરી હોય છે. જેમાં સૌથી વધુ જરૂરી કપડાનું ધ્યાન રાખવાનું હોય છે.
Advertisement
Advertisement
જ્યારે પાક્કા રંગથી હોળી રમવામાં આવે તો કપડાના ફેબરિક અને રંગનું ઘણુ ધ્યાન રાખવુ જોઇએ. જો તમે આમ નથી કરતા તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ખોટા કપડાની પસંદગી તમારી શરમજનક સ્થિતિનું કારણ બની શકે છે.
ના પહેરો જૂના કપડા
હોળી માટે કપડાની પસંદગી કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા કપડા વધારે જૂના ના હોય. વધુ જૂના કપડા નબળા હોવાને કારણે રંગ પડ્યા બાદ ફાટી પણ શકે છે. હોળી રમતા સમયે આવા કપડાની સિલાઇ પણ ખુલી શકે છે.
પારદર્શી કપડા પણ ના પહેરો
પારદર્શી કપડાને કારણે તમે શરમજનક સ્થિતિમાં મુકાઇ શકો છો. પાણીની હોળી રમતા સમયે તમે હલ્કા ફેબરિક ધરાવતા કપડા પહેરશો તો ભીના થઇને તમારા શરીર સાથે ચોટી જશે, જેને કારણે તમે સંકોચ અનુભવશો.
એક દમ ટાઇટ કપડા પણ ના પહેરો
આજના સમયમાં લોકો ફિટિંગના કપડા પહેરવાનું પસંદ કરે છે. હોળી રમતા સમયે આવુ ના કરો. જો તમે ટાઇટ કપડા પહેરશો તો પાણી પડ્યા પચી આ ખરાબ લાગશે. વધુ કપડા ચોટવાને કારણે તમારા શરીરમાં એલર્જી પણ થઇ શકે છે.
સાડી મુશ્કેલીમાં મુકી શકે
એમ તો સાડી દરેક કાર્યક્રમ માટે બેસ્ટ ઓપ્શન હોય છે પરંતુ ભૂલથી પણ હોળી રમતા સમયે સાડી ના પહેરો. પાણી પડ્યા પછી સાડી ચોટવા લાગે છે જેને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માટે હોળી રમતા સમયે સાડી ના પહેરો.
Advertisement