Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મહારાષ્ટ્ર: શિવસેના-કોંગ્રેસ-NCP સરકારની અગ્નિપરીક્ષા! બહુમત કરવું પડશે સાબિત?

મહારાષ્ટ્ર: શિવસેના-કોંગ્રેસ-NCP સરકારની અગ્નિપરીક્ષા! બહુમત કરવું પડશે સાબિત?

0
43

શું મહારાષ્ટ્રની (મહા વિકાસ અઘાડી) એમવીએ સરકાર અગ્નિપરીક્ષા માટે તૈયારી કરવી પડશે? આ પ્રશ્ન મહારાષ્ટ્રના રાજકારણમાં તે માટે પૂછવામાં આવી રહ્યો છે, કેમ કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક પત્ર લખ્યો છે અને આ પત્રથી એક વખત ફરીથી ઠાકરે સરકારની ટેન્શનમાં આવી શકે છે.

હાલમાં જ કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ પદ માટે નાના પટોલે વિધાનસભા અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું. પરંતુ ખાલી થયેલા વિધાનસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણીની સૂચના રાજ્યપાલે વિધિમંડળ સચિવે લખેલા પત્રમાં લખી છે. જેના માટે એમવીએ સરકારને બહુમતીના આંકડા સાબિત કરવાની કવાયતમાં લાગવું પડશે.

મહારાષ્ટ્રમાં 1 માર્ચથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યો છે. 25 ફેબ્રુઆરીએ બિઝનેસ એડવાઈઝરી કમેટીની બેઠકમાં બજેટ સત્રનું કાર્યક્રમ નક્કી થશે. જે પછી અધ્યક્ષ પદની ચૂંટણીની તારીખ પર કેબિનેટને નિર્ણય લઈને રાજ્યપાલે અવગત કરાવવા પડશે. પરંતુ પાછલા સપ્તાહે રાજ્યપાલને સરકારી વિમાન આપવાથી ઈન્કાર કર્યા પછી રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદમાં વધારો થયો છે.

અસલમાં, મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડ જવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દહેરાદૂન જવા માટે મુંબઈમાં કોશ્યારી લગભગ 20 મીનિટ સુધી સરકારી વિમાનમાં બેસીને રાહ જોતા રહ્યા, પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેના ઉપયોગની અનુમતિ ના આપતા તેમને વિમાનમાંથી ઉતરવું પડ્યું. પાછળથી તેઓ બીજા વિમાનમાં દહેરાદૂન ગયા. જોકે, શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યું છે કે, “રાજ્યપાલનો આ પ્રવાસ વ્યક્તિગત હતો.” તેથી નિયમ અનુસાર સરકારી વિમાનનો ઉપયોગ કરી શકાય નહીં.

રાજ્યપાલે લખેલા પત્રનો અર્થ શું છે?

પૂર્વ વિધિમંડળ સચિવ અનંત કલસે જણાવ્યું, “આમ તો મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરની પોસ્ટ કોઈપણ કારણે રાજ્યપાલને ચૂંટણી માટે વિધિમંડળ સચિવાલયને સૂચિત કરવાનો અધિકાર છે. પરંતુ બહુમતિની સરકારમાં ચૂંટણીની તારીખ નક્કી કરવાનો અંતિમ નિર્ણય તો કેબિનેટ જ લઈ શકે છે.”

પરંતુ પાછલા સપ્તાહે ચૂંટણી લેવાની સૂચના પાછળ રાજ્યપાલ અને સરકાર વચ્ચે સંબંધોમાં આવેલી ખટ્ટાશ સ્પષ્ટ રીતે સામે આવી રહી છે. એવામાં વિપક્ષમાં બેસેલી બીજેપીએ પણ સરકારની સ્થિરતા પર પ્રશ્ન ઉભા કરવાના શરૂ કરી દીધા છે.

વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “ઠાકરે સરકાર સ્પીકરની ચૂંટણીથી ડરી રહી છે.”

આ નિવેદનથી એવું લાગે છે કે, વિપક્ષ પણ આ ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે. જોકે, જવાબમાં ડિપ્ટી સીએમ અજિત પાવરે કહ્યું છે કે, “જો અમે ચૂંટણીથી ડરતા હોત તો સ્પીકર પોસ્ટ પરથી રાજીનામુ જ આપતા નહીં.”

શું છે સ્પીકરની ચૂંટણીના સમીકરણ?

મહારાષ્ટ્ર વિધિમંડળ નિયમ 6 અનુસાર એસેમ્બલી સ્પીકરની પોસ્ટ માટે સીક્રેટ બેલેટ એટલે ગુપ્ત મતદાનની જોગવાઈ છે. ત્રણ પાર્ટીઓની સરકાર હાલમાં 165થી વધારે બહુમત હોવાનો દાવો શિવસેના કોટાના મંત્રી એકનાથ શિંદેએ કર્યો છે. પરંતુ 288ની વિધાનસભા સીટોમાં બીજેપી 105 સીટો સાથે સૌથી મોટી પાર્ટી થઈને વિપક્ષમાં બેસી છે. સાથે જ 10 વિપક્ષ (અન્ય) મેળવીને 115 સુધી આંકડાઓ મેળવવાનો બીજેપીનો દાવો કરી રહ્યો છે. સૂત્રોની માનીએ તો બીજેપી તરફથી સીક્રેટ બેલેટ વોટિંગમાં સત્તાવાદી પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્યોને તોડવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે. એવામાં એમવીએ સરકારને બહુમતીની અગ્નિપરીક્ષા આપવી પડી શકે છે. પરંતુ બીજેપી મૈજિક ફિગર એટલે 144નો આંકડાઓ મેળવી શકશે નહીં તો સત્તાવાદી પાર્ટીના દાવાથી એકપણ વોટ ઓછો આવશે તો ઠાકરે સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

એમવીએ સરકારમાં અસ્વસ્થતા?

કોંગ્રેસે એસેમ્બલી સ્પીકરના પદનું રાજીનામુ આપવાથી એનસીપી પ્રમુખ શરદ પવારે નિવેદન આપ્યું હતું. પવારે કહ્યું, “કોંગ્રેસે રાજીનામાથી હવે એસેમ્બલી સ્પીકરનો પદ ચર્ચા માટે ખુલો છે. સત્તાવાદી ત્રણ પાર્ટીઓ તેના પર બેસીને નિર્ણય લેશે. કોંગ્રેસને આ પદ પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો હતો. તેમને પદ કેમ છોડ્યું તે તેમની પાર્ટીનું ટોચનું નેતૃત્વ જણાવી શકે છે.”

જે પછી એમવીએ સરકારમાં ખટાસ આવવાથી ચર્ચાએ જોર પકડ્યું હતું. પાછલા સપ્તાહે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ કોંગ્રેસે તે પગલા પર કટાક્ષ કર્યો હતો. સામનામાં લખ્યું છે કે, “બહુમતના આંકડાઓ તો છે જ, તેની ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ આઘાડી સરકારમાં સંભવ છે તો બંધારણીય પદો માટે વારં-વાર ચૂંટણી ટાળવી બધાના હિતમાં હોય છે. વિરોધીઓના દેડકાઓ ગમે તેટલા ફૂલે પણ તેઓ બળદ બની શકે નહીં.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat