Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ગાબામાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આ જીત ખાસ કેમ છે 5 પોઈન્ટમાં સમજો

ગાબામાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આ જીત ખાસ કેમ છે 5 પોઈન્ટમાં સમજો

0
78

કોઈ ભારતીય ખેલાડીને અપશબ્દો સાંભળવા પડ્યા તો કોઈને નસ્લીય કોમેન્ટનો સામનો કરવો પડ્યો. એક પછી એક અનુભવી ખેલાડી ઈજાગ્રસ્ત થતા ગયા અને તે આંકડો 11 ખેલાડીનો થઈ ગયો. તે છતાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી લીધી. ચોથી ટેસ્ટ અને સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હારવું પડ્યું. આ ભારતની સંપૂર્ણ જીત છે. મેદાન અને માનસિક જીત બંને. આદત અનુસાર ઓસ્ટ્રેલિયાએ આ સીરિઝમાં દરેક યોગ્ય અને અયોગ્ય હથિયાર ચલાવ્યો પરંતુ કંઈ જ કામ આવ્યું નહીં. આ જીત એટલી ખાસ કેમ છે તે સમજી લો.

1. યંગ ટીમ ઈન્ડિયાની જીત

ચેનલ સેવન સાથે વાતચીત દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, આ ઈન્ડિયન ક્રિકેટ માટે એક ચમત્કાર અને ચમત્કારિક ઘટના જેવી છે. આ યંગ ઈન્ડિયાએ જેવી રીતે આ સીરિઝને ફિનિશ કરી છે, તે કોઈ સ્વપ્ન પૂરૂ થવા જેવું છે. યંગ ઈન્ડિયાએ તે સાબિત કરી દીધું છે કે, તેઓ ડરતા નથી. આ આખી ટૂર યુવાઓના નામે રહી છે. તેમને શાનદાર પ્રદર્શન દર્શાવીને બધાને અચંબામાં નાંખી દીધા છે. ઓસ્ટ્રેલિયાને પણ.

અસલમાં આ જીત વિશ્વાસ અપાવે છે કે, આપણે લાંબા સમય સુધી જીતતા રહીશું. આપણી આગામી ટીમ પણ તૈયાર ઉભી છે. આ સીરિઝમાં એક પછી એક ખેલાડી ઈજાગ્રસ્ત થતા ગયા પછી તેમની જગ્યાએ જે આવ્યા તે તુલનાત્મક રીતે ઓછા અનુભવી હતા. તે છતાં યુવા અને બિનઅનુભવી ખેલાડીઓએ સિરીઝ પર કબ્જો જમાવ્યો. નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલે તો આ સિરીઝમાં પોતાની ડેબ્યૂ મેચ રમી છે. પરંતુ તેમનું પ્રદર્શન જોઈને એવું કહી શકાય નહીં કે, આ બિનઅનુભવી ખેલાડી છે. યુવા શાર્દૂલ ઠાકૂર અને રિષભ પંતે પણ શાનદાર રમત બતાવી છે.

સૌથી મહત્વપૂર્ણ રહી છે અજિંક્ય રહાણેની કેપ્ટનશી, જેમને ટીમ ઈન્ડિયાના ઉપલબ્ધ ખેલાડીઓનો યોગ્ય સમય પર યોગ્ય રીતે પ્રયોગ કરીને ઓસ્ટ્રેલિયાને માત આપી દીધી.

2. 1988 પછી ઓસ્ટ્રેલિયાએ ગુમાવ્યો “ગાબા”

ગાબા ઓસ્ટ્રેલિયા માટે કોઈ અજેય કિલ્લાથી ઓછું નથી. 1988થી અત્યાર સુધી અહીં ઓસ્ટ્રેલિયાએ હારનો સ્વાદ ચાખ્યો નહતો. પરંતુ પાંચમા દિવસે જે રીતે ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરી તેનાથી કાંગારૂ ધૂળ ચાટવા માટે મજબૂર થઈ ગયા.

ઓસ્ટ્રેલિયાએ ગાબામાં અંતિમ ટેસ્ટ મેચ 33 વર્ષ પહેલા 1988માં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ગુમાવી હતી. તે પછી કાંગારૂઓએ આ મેદાનમાં ક્યારેય પણ હાર મળી નહતી.

ભારતની ગાબામાં આ પ્રથમ જીત છે. આ મેચથી પહેલા ટીમ ઈન્ડિયાએ અહીં 6 ટેસ્ટ મેચ રમી છે,જેમાંથી 5માં ભારતને હાર અને એકમાં ડ્રોનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં પાંચમા દિવસની રમત આવતા-આવતા પિચ તૂટવા લાગે છે. તેમાં ક્રેક આવી જાય છે. કંઈક તેવું જ ગાબામાં થયું. આ સ્થિતિ સારામાં સારા બેટ્સમેનોને હેરાન કરી દે છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ જેવી રીતે બેટિંગ કરી તેનાથી કાંગારૂ પસ્ત નજરે પડ્યા. આપણા બેટ્સમેનોએ પિચની માન્યતાને તોડતા ઓસ્ટ્રેલિયન બોલરોની ધોલાઇ કરીને માહોલ અને મેચ બંને પોતાના પક્ષમાં કરી લીધી.

3. બ્રિસ્બેનમાં સૌથી વધારે રનોનો કર્યો પીછો

બ્રિસબેનના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 328 રનનો ટાર્ગેટ મેળવીને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. આ મેદાન પર કોઈપણ ટીમે આટલા મોટા ટાર્ગેટને પાર કર્યો નથી. આનાથી પહેલા 1951માં વેસ્ટ ઈન્ડિઝે 236 રનનો પીછો કર્યો હતો.

4. ટીમ ઈન્ડિયાની તીજી સૌથી મોટી જીત

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે આનાથી પહેલા વર્ષ 1976માં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 403 રનનો વિશાળ ટાર્ગેટ મેળવ્યો હતો. જ્યારે 2008માં ચેન્નાઈમાં ભારતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 387 રનના ટાર્ગેટનો પીછો કરવામાં સફળતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાને સતત બીજી વખત ટેસ્ટ સિરીઝમાં આપી માત

ભારત ઓસ્ટ્રેલિયમાં સતત બે ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન દેશ બની ગયો છે. અત્યાર સુધી ભારત સિવાય અન્ય એકપણ એશિયન દેશ આ ઉપલબ્ધિ મેળવી શક્યો નથી.

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે (આ સિરીઝમાં 20 ખેલાડી) ખેલાડીઓનો ઉપયોગ કરતાં રેકોર્ડ બનાવી દીધો છે. આનાથી પહેલા એશિયા સિરીઝ દરમિયાન 2013-14માં ઈંગ્લેન્ડ ટીમે 18 ખેલાડીઓનો ઉપયોગ કર્યો હતો.

5. ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર ટીમ ઈન્ડિયા

ગાબા જીત્યા પછી તાજા ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલના આંકડાઓ અનુસાર ટીમ ઈન્ડિયાની સૂચીમાં 430 પોઈન્ટ સાથે ટોપ પર છે.

420 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા અને 332 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર છે.

એમઆરએફ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પણ સુધારા સાથે ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતના 117.65 પોઈન્ટ છે. પહેલા સ્થાન પર 118.44 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બિરાજમાન છે.