સોમવારની દિવસે ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળવાના છે. રથયાત્રાના તમામ રુટ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર બેરિકેટિંગ, થ્રી લેયર બેરીકેટિંગ,પોલીસ બંદોબસ્ત અને અખાડા તેમજ અવનવી ઝાંખીની બાદબાકી કરવા માટે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જે પ્લાન હાલ મંજુર થઈ ગયો હતો અને તે જ રીતે રથયાત્રા નીકળશે. આ વખતે માર્ગ પર અખાડા, ભજનમંડળીઓ વિના જ રથયાત્રા નીકળશે અને ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ જશે.
અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે ભગવાન જગન્નાથ મોસાળથી નિજમંદિરે પરત ફર્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જ્હા અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ આ પૂજાવિધિમાં જોડાયા હતા.જગન્નાથ મોસાળેથી નિજમંદીરે પરત આવતા ભાવિક ભક્તોએ પ્રભુ દર્શન કર્યા હતા.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચીને તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 22 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે.
રથયાત્રા બંદોબસ્ત
DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42
ACP-74
PI-230
PSI-607
પોલીસકર્મી -11800
SRP કંપની-34
CAPF કંપની-9
ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
BDDS ટીમ-13
QRT ટીમ-15