બિઝનેસ ડેસ્ક: સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ 2000થી વધુનો ઘટાડો થયો છે. જો તમે પણ આજે સોનુ કે ચાંદી ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આ તમારા માટે સારા સમાચાર છે. સતત તેજી વચ્ચે તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની તક છે. આજે સોનાની કિંમત 58,800 રૂપિયાની આસપાસ બંધ થઇ છે. ચાંદીનો 69,300 ભાવ છે.
Advertisement
Advertisement
સોનું અને ચાંદી સસ્તી થઇ
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 681 રૂપિયાના ઘટાડા સાથે 57,929 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ. ગત વેપાર સત્રમાં સોનાની કિંમત 58,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ. આ સિવાય ચાંદીની કિંમત પણ 2,045 રૂપિયાના ઘટાડા સાથે 70,335 રૂપિયા કિલોગ્રામ પર બંધ થયુ હતુ.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફસક્યુ
વૈશ્વિક બજારમાં પણ સોનું અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારમાં સોનાના ભાવ ઘટીને 1,913 ડૉલર ઔંસ થયો હતો જ્યારે ચાંદીનો ભાવ $23.38 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Advertisement