નવી દિલ્હી: બુકર પ્રાઈઝ વિજેતા લેખિકા અરુંધતી રોય કહે છે કે હિન્દુ રાષ્ટ્રવાદ ભારતના નાના ટુકડા કરી શકે છે, જેમ કે અગાઉ યુગોસ્લાવિયા અને રશિયા સાથે થયું હતું, પરંતુ એક દિવસ ભારતના લોકો નરેન્દ્ર મોદી અને ભાજપના ફાસીવાદનો વિરોધ કરશે.
ધ વાયર માટે કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુમાં અરુંધતિ રોયે કહ્યું હતું કે દેશની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે પરંતુ તેમનું માનવું છે કે, કે એવા સંકેતો છે કે ભારતના લોકો જે ખાઈમાં પડ્યા હતા તેમાંથી બહાર નિકળી રહ્યા છે.
તેમણે કહ્યું કે મને ભારતના લોકોમાં વિશ્વાસ છે અને આશા છે કે એક દિવસ દેશ આ અંધારી સુરંગમાંથી બહાર આવશે.
રોયે ભારત પર હિંદુ રાષ્ટ્રવાદની અસરની સરખામણી બિસ્લેરીની બોટલમાં સમુદ્ર ભરવાના પ્રયાસ સાથે કરી હતી.
આ દરમિયાન અરુંધતિ રોયે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. તેણે પહેલા પૂછ્યું, ‘આપણે લોકશાહીનું શું કર્યું? તેને શેમાં ફેરવી નાંખી છે? શું થશે જ્યારે તેને નબળી કરી નાખવામાં આવશે અથવા જ્યારે તેનો કોઈ અર્થ ના રહે ત્યારે શું થશે? જ્યારે તેની દરેક સંસ્થા ખતરનાક ચીજમાં પરિવર્તિત કરી નાખવામાં આવશે ત્યારે શું થશે?’
તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે આપણે એક પ્રકારના રાષ્ટ્રમાં ફેરવાઈ ગયા છીએ.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે પોતાને લિંચિંગ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે. દિવસે દિવસે હિંદુ ટોળાઓ દ્વારા મુસ્લિમો અને દલિતોની લિંચિંગ કરવામાં આવી રહી છે અને લિંચિંગના વીડિયો યુટ્યુબ પર ખૂબ જ આનંદ સાથે અપલોડ કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું- “ફાસીવાદનું મૂળભૂત માળખું આપણી સામે ઊભું છે, પરંતુ તેમ છતાં આપણે તેની નિંદા કરતા અચકાઈએ છીએ,” .
આ પ્રશ્નોના જવાબો અને આ પ્રશ્નોની આસપાસ ફરતી આ ચર્ચા આ મુલાકાતનો સાર છે.
લગભગ એક કલાકની વાતચીતમાં રોયે કાશ્મીર વિશે પણ વાત કરી હતી. તેમણે તાજેતરના જોનાથન શેલ મેમોરિયલ લેક્ચરમાં કાશ્મીરી લોકો વિશે જે કહ્યું હતું તેમનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે ‘તેઓ ભારતનો ભાગ કેમ બને? કયા કારણોસર? જો આનું કારણ સ્વતંત્રતા છે, જે તેઓ ઈચ્છે છે, તો તેમને તે સ્વતંત્રતા મળવી જોઈએ.
અરુંધતી રોયે કાશ્મીર અને બાકીના દેશ વચ્ચેના સંબંધોને કેવી રીતે જુએ છે તે વિશે વિગતવાર જણાવ્યું. તેમણે કહ્યું કે, ‘કાશ્મીર ભારતને કદાચ હરાવી ન શકે પરંતુ તે ભારતને ગળી જશે. તેમનો આ દૃષ્ટિકોણ તેમના પુસ્તક ‘ધ મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપ્પીનેસ’માં એક પાત્ર મુસા યેશી દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે, જે એવી જ રીતે કહે છે, ‘એક દિવસ કાશ્મીર ભારતને પોતાની રીતે ખતમ કરવા માટે મજબૂર કરશે’. તમે અમારો નાશ નથી કરી રહ્યા, તમે અમને સર્જી રહ્યા છો. તમે તમારી જાતને નષ્ટ કરી રહ્યા છો. એક દિવસ કાશ્મીર ભારતને પોતાને ખતમ કરવા માટે મજબૂર કરશે. તમે અમારો નાશ નથી કરી રહ્યા, તમે અમને સર્જી રહ્યા છો. તમે તમારી જાતને નષ્ટ કરી રહ્યા છો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ એમ કહેવા માગે છે કે કાશ્મીરમાં વાગતી ચેતવણીની ઘંટડી વાસ્તવમાં ભારત માટે છે, ત્યારે રોય સ્પષ્ટપણે સંમત થયા અને કારણ સમજાવ્યું.
તેમણે કહ્યું, “જે રીતે ભારત કાશ્મીરમાં જે કરી રહ્યું છે, તે દેશના મૂલ્યો, સિદ્ધાંતો, બંધારણીય પ્રતિબદ્ધતાઓને નબળું પાડી રહ્યું છે, તે આખરે બાકીના દેશને નષ્ટ કરશે અથવા ગળી જશે,”.