પંજાબના અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સૂરી એક મંદિર બહાર ધરણા આપી રહ્યાં હતા, આ દરમિયાન તેમને ગોળી મારી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગોપાલ મંદિર બહાર કચરામાં ભગવાનની મૂર્તિઓ મળવાને લઇને ધરણા પર બેસ્યા હતા. આ દરમિયાન કોઈએ ટોળામાંથી તેમને ગોળી મારી દીધી.
Advertisement
Advertisement
આનાથી પહેલા ગુરૂવારે પણ એક શિવસેના નેતાના ઘરની પાસે ફાયરિંગની ઘટના સામે આવી હતી. અમૃતસર ટિબ્બા રોડ સ્થિત ગ્રેવાલ કોલોનીમાં પંજાબ શિવસેના નેતા અશ્નિની ચોપડાના ઘર પાસે બે બાઇક સવાર લોકોએ કથિત રીતે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો એક ઘર બહાર લાગેલા ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા (સીસીટીવી)માં કેદ થઇ ગયા હતા.
સુધીર સૂરીને ગોળી વાગ્યા બાદ ઇમરજન્સીમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. સુધીર સુરીનું નામ પહેલા પણ વિવાદોમાં આવ્યું છે. પાછલા વર્ષે જૂલાઈમાં તેમની એક સમુદાય પ્રત્યે આપત્તિજનક ટિપ્પણીઓ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement