નવી દિલ્હી: પૂર્વોત્તરના 3 રાજ્યમાં 2 માર્ચે ચૂંટણીના પરિણામ આવ્યા અને ત્યારથી એક નામ ચર્ચામાં છે- હેમંત બિસ્વા સરમા. આસામના મુખ્યમંત્રી અને પૂર્વોત્તરમાં ‘ભાજપના ચાણક્ય’ ગણાતા હેમંત બિસ્વા સરમાએ મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની સત્તામાં વાપસીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Advertisement
Advertisement
હેમંત બિસ્વા સરમા છેલ્લા 2 વર્ષથી ભાજપના ઉત્તર-પૂર્વ લોકતાંત્રિક ગઠબંધન (NEDA)નું કામકાજ સંભાળી રહ્યા છે, તેમના રાજકીય સફર અને પૂર્વોત્તરમાં તેમના મહત્વ પર નજર કરીએ.
2001માં પ્રથમ વખત વિધાનસભા પહોચ્યા હતા
1 ફેબ્રુઆરી, 1969માં આસામના જોરહાટમાં જન્મેલા હેમંત બિસ્વા સરમાએ ગુવાહાટી લૉ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તે કેટલાક વર્ષ ગુવાહાટી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી ચુક્યા છે. 2001માં તેમણે આસામની જલુકબારી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી અને આસામ ગણ પરિષદના ભૃગુ ફુકનને હરાવીને પ્રથમ વખત વિધાનસભામાં પહોચ્યા હતા.
2006 અને 2011માં પણ આ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને તરૂણ ગોગોઇની કેબિનેટમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.
ક્યારેક કોંગ્રેસના કદાવર નેતા, હવે તેમના માટે મુસીબત બન્યા
હેમંત બિસ્વા સરમા કોંગ્રેસની ટિકિટ પર 3 વખત ધારાસભ્ય ચૂંટાયા છે પરંતુ 2014માં આસામના તાત્કાલીન મુખ્યમંત્રી તરૂમ ગોગોઇ સાથે મતભેદને કારમે તેમણે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યુ હતુ.
ઓગસ્ટ, 2015માં તે ભાજપમાં સામેલ થયા હતા અને પાર્ટીની ટિકિટ પર ચોથી વખત ધારાસભ્ય બન્યા હતા. 10 મે, 2021માં તે આસામના મુખ્યમંત્રી બન્યા હતા.
પાર્ટીએ તેમણે NEDAના સંયોજક બનાવીને મહત્વની જવાબદારી સોપી હતી, જેને તે સારી રીતે નીભાવી રહ્યા છે.
પૂર્વોત્તરના ગઠબંધનના જાણકાર
2 માર્ચે આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મેઘાલયમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળ્યો નહતો. એવામાં સરકાર બનાવવાની જવાબદારી હેમંત બિસ્વા સરમાએ સંભાળી હતી. એક્ઝિટ પોલ્સમાં મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પહેલા જ હેમંત બિસ્વા સરમાએ પરિણામ પહેલા જ નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ના કૉનરાડ સંગમા સાથે બેઠક કરીને સરકારમાં ભાગીદારી સુનિશ્ચિત કરી લીધી હતી.
NPP અને ભાજપ ગત સરકારમાં પણ સાથે હતા પરંતુ ચૂંટણી પહેલા ગઠબંધન તૂટી ગયુ હતુ.
દરેક રાજ્યની ચૂંટણી રણનીતિ માટે 20 બેઠક કરી
સીનિયર ભાજપના નેતાઓનું કહેવુ છે કે હેમંત બિસ્વા સરમા છેલ્લા કેટલાક મહિનાથી ત્રણ રાજ્યની ચૂંટણી રણનીતિ બનાવવામાં જોડાયેલા હતા, તેમણે દરેક રાજ્યમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે 20-20 બેઠક કરી હતી, જેમાં કેટલીક બેઠક રાતના 2 વાગ્યા સુધી પણ ચાલી હતી.
કહેવામાં આવે છે કે આ રાજ્યમાં ક્ષેત્રીય પાર્ટીઓના નેતાઓ વચ્ચે પણ હેમંત બિસ્વા સરમાની સારી પકડ છે, જેમાં NPP, નેશનલ ડેમોક્રેટિડ પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ટિપરા મોથા પાર્ટી (TMP) જેવી પાર્ટી સામેલ છે.
મણિપુરમાં ઓછી બેઠક છતા ભાજપની સરકાર બનાવડાવી
2017માં મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ 28 બેઠક મળી હતી જ્યારે ભાજપને 21 બેઠક પર જીત મળી હતી અને કોઇ પણ પાર્ટીને બહુમત મળ્યો નહતો.
તે પછી હેમંત બિસ્વા સરમાની એન્ટ્રી થઇ હતી, તેમણે NPP, નાગા પીપલ્સ ફ્રંટ (NPF) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) સાથે લઇને રાજ્યમાં ભાજપની સરકાર બનાવી હતી. આ પ્રથમ વખત થયુ હતુ જ્યારે મણિપુરમાં ભાજપની સરકાર બની હતી. સૌથી વધુ બેઠક લાવીને પણ કોંગ્રેસ સત્તાથી દૂર રહી હતી.
પૂર્વોત્તરથી ભાજપના એકમાત્ર સ્ટાર પ્રચારક
પાર્ટી માટે હેમંત બિસ્વા સરમાના મહત્વનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તે પૂર્વોત્તરથી ભાજપના એકમાત્ર સ્ટાર પ્રચારક છે. ગુજરાત અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તે પાર્ટી માટે પ્રચાર કરી ચુક્યા છે.
સમાન નાગરિક સંહિતા (CAA), PFI પર પ્રતિબંધ, કેટલ પ્રોટેક્શન એક્ટ અને લઘુમતી જનસંખ્યા વૃદ્ધિને નિયંત્રિત કરવા માટેના નીતિગત પગલા જેવા ભાજપના એજન્ડા સાથે સબંધિત તમામ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
મહત્વની વાતો
- ત્રિપુરામાં ભાજપ-IPFT ગઠબંધને 60 બેઠકમાંથી 33 બેઠક, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધને 14 બેઠક અને ટિપરા મોથા પાર્ટીએ 13 બેઠક જીતી છે.
- નાગાલેન્ડમાં ભાજપ-NDDP ગઠબંધને 59માંથી 37 બેઠક પર જીત મેળવી છે જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી NPFએ 2 બેઠક જીતી છે.
- મેઘાલયમાં NPPએ 59 બેઠકમાંથી 26 બેઠક જીતી છે જ્યારે કોંગ્રેસ અને TMCએ 5-5 બેઠક અને ભાજપે 2 બેઠક જીતી છે.
Advertisement