Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > અધૂરો અભ્યાસ પણ આવશે કામ, 21મીં સદીની નવી શિક્ષા નીતિની મોટી વાતો

અધૂરો અભ્યાસ પણ આવશે કામ, 21મીં સદીની નવી શિક્ષા નીતિની મોટી વાતો

0
835
  • ધોરણ 5 સુધી માતૃભાષામાં અભ્યાસ

  • PhD, UG અને PGના શિક્ષણમાં પણ મોટો ફેરફાર

  • નવું શૈક્ષણિક સત્ર સપ્ટેમ્બર-ઓક્ટોબરથી થશે શરૂ

  • નવી શિક્ષા નીતિમાં 5+3+3+4ની ડિઝાઈન

નવી દિલ્હી: ભારતમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત નવી શિક્ષણ નીતિને ((New Education Policy) કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જેમાં હાયર એજ્યુકેશન અને સ્કૂલના શિક્ષણને લઈને કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી મોટી રાહત એવા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. જેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો.

હવે તેમના માટે નવી શિક્ષણ નીતિમાં એક નક્કી કરેલા સમયમાં પરત આવવા અને સર્ટિફિકેટ કે ડિપ્લોમાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બોર્ડ એક્ઝામને લઈને પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યાં છે. તો ચાલો અમે તમને નવી શિક્ષણ નીતિની કેટલીક મોટી વાતોથી વાકેફ કરાવીએ…

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસનો સમય ફિક્સ

→ GDPના કુલ 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. હાલ ભારતની GDPના 4.43% હિસ્સો જ શિક્ષણ પાછળ ખર્ચ થાય છે. આ ઉપરાંત HRD મિનિસ્ટ્રીનું નામ પણ બદલીને હવે શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.

→ ખાનગી અને સાર્વજનિક ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ માટે એક જ નિયમ હશે. કોરોના મહામારીના કારણે હવે નવું શૈક્ષણિક સત્ર સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરથી શરૂ થશે. નવી શિક્ષા નીતિમાં ખાસ વાત એ છે કે, પ્રી-પ્રાઈમરીથી ધોરણ 12માં સુધી સ્કૂલનું સંપૂર્ણ શિક્ષણ 5+3+3+4ના આધારે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

→ જેમાં પ્રથમ 5 વર્ષ પ્રી-પ્રાઈમરીથી ધોરણ-2 સુધી રહશે. આગામી 3 વર્ષ ધોરણ-3થી 5 સુધી, પછીના ત્રણ વર્ષ ધોરણ-6 થી 8 સુધી હશે. જે બાદ 4 વર્ષ ધોરણ 9 થી 12 સુધીના રહેશે. સાયન્સ અને આર્ટ્સ સ્ટ્રીમને મર્જ કરીને નવી મલ્ટી ડિસિપ્લનરી વિષયોને સામેલ કરવામાં આવશે.

→ જો તમે કોઈ પારિવારિક સમસ્યા કે પછી અન્ય કોઈ કારણોસર સેમેસ્ટરની વચ્ચે અભ્યાસ છોડી દો છો, તો હવે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ અંતર્ગત જો તમે એક વર્ષ સુધી અભ્યાસ કર્યો છે, તો સર્ટિફિકેટ, બે વર્ષ બાદ ડિપ્લોમાં અને ત્રણ કે ચાર વર્ષો બાદ ડિગ્રી આપવામાં આવશે. એટલે કે, તમે અધૂરા અભ્યાસનો ક્યાંય પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો- ભારતની તાકાત ‘રાફેલ’: પાકિસ્તાન માટે પડકાર અને ચીનની હિલચાલ પર રાખશે નજર

→ જો તમે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો અને ફરીથી થોડા મહિના કે કેટલાક વર્ષો બાદ તેને પૂર્ણ કરવા ઈચ્છો છો, તો એની પણ જોગાવાઈ છે. જો તમે ત્રીજા વર્ષમાં જ બ્રેક લીધો છે અને નક્કી કરેલા સમયમાં પરત આવો છો, તો તમને ડાયરેક્ટ એજ વર્ષમાં એડમિશન મળી જશે.

→ હવે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમમાં એક વર્ષ બાદ સર્ટિફિકેટ, બે વર્ષ બાદ ડિપ્લોમા અને ત્રણ કે ચાર વર્ષ બાદ ડિગ્રી આપવામાં આવશે.

→ રિસર્ચમાં જનારા લોકો માટે પણ નવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે 4 વર્ષના ડિગ્રી પ્રોગ્રામનો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે, ત્રણ વર્ષ ડિગ્રી સાથે એક વર્ષ એમએ કરીને એમફીલ કરવાની જરૂર નહી રહે. તમે સીધા PhDમાં જઈ શકો છો.

→ મલ્ટીપર ડિસિપ્લનરી એજ્યુકેશનમાં હવે તમે કોઈ એક સ્ટ્રીમ સિવાય અન્ય વિષયો પણ લઈ શકો છે. એટલે કે, જો તમે એન્જિનિયરિંગ કરી રહ્યાં હોવ અને તમને મ્યૂઝીકનો શોખ છે, તો તમે આ વિષયને પણ સાથે ભણી શકો છો.

→ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દરેક કૉલેજ અને યુનિવર્સિટીને એક એન્ટ્રેસ એક્ઝામિનેશન ઓફર કરશે. જેથી બાળકો એક કૉમન એક્ઝામથી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે. આ હાયર એજ્યુકેશન માટે કૉમન એન્ટ્રેસ એક્ઝામિનેશન હશે.

→ ધોરણ 5 સુધી સ્કૂલોમાં માતૃભાષામાં કે સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવે. જો થઈ શકે તો આજ પ્રકારે ધોરણ 8 સુધી ભણાવવામાં આવે. ટીચર્સ માટે એક નેશનલ પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ તૈયાર કરવામાં આવશે. જેથી ટિચર્સનો રોલ શું છે? અને તેમને ક્યાં બેંચ માર્ક સુધી પહોંચનું છે? તે નક્કી કરી શકાય.

→ સ્કૂલના બાળકોના રિપોર્ટ કાર્ડમાં ત્રણ પ્રકારનું મૂલ્યાંકન હશે. જેમાં પ્રથમ મૂલ્યાંકન બાળક ખુદ કરશે. બીજુ મૂલ્યાંકન તેના સહવિદ્યાર્થીઓ કરશે અને ત્રીજુ મૂલ્યાંકન તેના શિક્ષક કરશે. આ રિપોર્ટ કાર્ડમાં બાળકની લાઈફ સ્કિલ પર પણ દર વખતે ચર્ચા થશે.

→ બોર્ડની પરીક્ષાના મહત્વને ઓછુ કરવા માટે હવે તેને બે વખત કરાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. જ્યારે બોર્ડ એક્ઝામમાં દરેક વિષયને બે લેવલ પર ઓફર કરવામાં આવી શકે છે. બોર્ડ એક્ઝામ વિશે કહેવામાં આવ્યું છે કે, તેમાં માત્ર નૉલેજ ટેસ્ટ કરવામાં આવે.