Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના મામલે ભારત હવે અમેરિકાના માર્ગે, 24 કલાકમાં 32,695 નવા કેસ

કોરોના મામલે ભારત હવે અમેરિકાના માર્ગે, 24 કલાકમાં 32,695 નવા કેસ

0
424
  • વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 1.36 કરોડ પાર

  • દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,68,876, મૃત્યુઆંક 24,915

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. અનલોક પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. છેલ્લાં કેટલાંય દિવસોથી સામે આવી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ડરાવવા લાગી છે. દેશ હવે કોરોનાના મામલે અમેરિકાના રસ્તે જતો દેખાઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 9 લાખ 60 હજારને પાર પહોંચી ગઇ છે. બીજી બાજુ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 25 હજાર નજીક પહોંચી ગઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે રજૂ કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાનાં 32,695 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ જ સમયગાળામાં વાઈરસને કારણે 606 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 9,68,876એ પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 24,915એ પહોંચ્યુ છે.

આ પણ વાંચો: નવવધુ માટે હવે માસ્કમાં જ નેકલેસ, બજારમાં ડિમાન્ડ વધી, જાણો કિંમત

જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 6,12,815 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે દેશમાં હાલ 3,31,146 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટમાં સુધારો થતા તે 63.24 ટકા પર પહોંચ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,26,826 લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 1,27,39,490 ટેસ્ટ કરાયા છે.

આ પણ વાંચો: કોરોના બેકાબુ થતા શહેરોમાં માઇક્રો લોકડાઉન લાગી શકે છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 1.36 કરોડ પાર

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જઝૂમી રહ્યો છે. વર્લ્ડોમીટર મુજબ, વિશ્વમાં આ વાઈરસ ના કારણે મોતને ભેટનારાનો આંકડો 5 લાખ 86 હજારથી વધુ થઈ ગયો છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 36 લાખ 91 હજાર પાર જતી રહી છે. જ્યારે 80 લાખ 37 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.