Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 38,902 કોરોના કેસ, કુલ મૃત્યુઆંક 26,816

ભારતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 38,902 કોરોના કેસ, કુલ મૃત્યુઆંક 26,816

0
285
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 543 દર્દીના મોત

  • દેશમાં અત્યાર સુધી કોરોનાના 10.77 લાખ કેસ નોંધાયા

  • વિશ્વભરમાં અત્યાર સુધી 1.44 કરોડ કેસ, 6 લાખથી વધુ મોત

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. અનલોક પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોનાના કેસો દિવસેને દિવસે નવો વિક્રમ સર્જી રહ્યા છે. અમેરિકા પછી ભારતમાં જ સૌથી વધુ કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 10.77 પાર પહોંચી ગઇ છે. બીજી બાજુ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 26 હજાર 800 પાર જતી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે રજૂ કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો નોંધાયા છે. દેશમાં કોરોનાનાં 38,902 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ જ સમયગાળામાં વાઈરસને કારણે 543 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 10,77,618એ પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 26,816એ પહોંચ્યુ છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાએ બનાવી દેશી વૅક્સીન! રમ અને ઈંડાના સેવનથી કોરોના ભાગવાનો દાવો

જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 6,77,423 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે દેશમાં હાલ 3,73,379 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,58,127 લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 1,37,91,869 ટેસ્ટ કરાયા છે.

આ પણ વાંચો:  સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 200 લોકો કોરોનાથી સંક્રમિત, રાજકોટમાં સૌથી વધુ કેસ

વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 1.44 કરોડ

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જજૂમી રહ્યો છે. વર્લ્ડોમીટર મુજબ, વિશ્વમાં આ વાઈરસ ના કારણે મોતને ભેટનારાનો આંકડો 6 લાખ પાર પહોંચ્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,44,26,151 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 6,04,917એ પહોંચ્યો છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી 86,12,333 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની છે. વર્લોડોમીટર મુજબ અમેરિકામાં અત્યાર સુધી 38,33,271 કોરોના સંક્રમિત દર્દી નોંધાઈ ચુક્યા છે. જ્યારે 1,42,877 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાર બાદ બ્રાઝિલમાં 20,75,246 કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 78,817 પર પહોંચ્યો છે. જ્યારે ત્રીજા નંબરે ભારત છે.