- હજુ 29 લાખ ખર્ચવા પડશે, અલ્ફાનસોને એથલેટ જેવી હાઇટ જોઇતી હતી
- કોસ્મેટિક સર્જરી કરનારા સર્જન ડોક્ટર કેવિન ભારતીય મૂળના છે
ટેક્સાસઃ અમેરિકાના એક શખસની લંબાઇ 6 ફૂટ જેટલી હોવા છતાં વધુ લાંબા(High Gain)થવા તેણે 55 લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા. હજુ વધુ ખર્ચ થઇ શખે છે. લંબાઇ વધારવાની સર્જરી ભારતીય મૂળના ડોક્ટરે કરી છે.
અલ્ફાન્સો ફ્લોર્સ નામના ટેક્સાસને રહેવાસીએ કોસ્મેટિક સર્જરીથી બે ઇંચ લંબાઇ વધાવરાવી (High Gain)છે. હવે તે 6.1 ફૂટનો થઇ ગયો. પરંતુ તેના માટે લાખો ખર્ચી નાંખ્યા અને જોખમ પણ વહોર્યું. હજુ 29 લાખ રૂપિયા ખર્ચવા પડશે.
આ પણ વાંચોઃ ‘નજર ના લગ જાયે…’ આ છે 19 વર્ષની દુનિયાની સૌથી સુંદર યુવતી, જોનારા ભૂલે છે ભાન!
બાસ્કેટ બોલ ખેલાડી જેવો દેખાવવા આ તૂત કર્યું
28 વર્ષીય અલ્ફાન્સો એક મેડિકલ સ્ટુડન્ટ છે. તેને બાસ્કેટ બોલ ખેલાડી જેવું દેખાવવું હતું. તેના માટે આ તૂત કર્યું. તે ઇચ્છતો હતો કે તેની લંબાઇ હજુ વધુ(High Gain)દેખાય. તેથી તેણે પરિવારના વિરોધ વચ્ચે સર્જરી કરાવી.
જેક્સન અને જોર્ડન જેવો દેખાવવા માગતો હતો
અમેરિકામાં બાસ્કેટ બોલ રમત બહુ લોકપ્રિય છે. પરંતુ અલ્ફાન્સોનું કહેવું છે કે માઇકલ જોર્ડન, ફિલ જેક્સન અને કોબે બ્રાયન્ટ તેના આઇકન છે. તેથી તેમના જેવો દેખાવવા માંગતો હતો. પરિવારનો વિરોધ હતો. પરંતુ તે સર્જરી સુરક્ષિત હોવાનું તેમને સમજાવી મનાવી લીધા.
આ કોસ્મેટિક સર્જરીને લિંબ લેન્થિંગ સર્જરી (Limb lengthening surgery)એટલે કે શરીરનો અવ્યવ લંબાવવાની (High Gain) શસ્ત્રક્રિયા. આ ઓપરેશન લાસ વેગાસમાં ધે લિમ્બપ્લેક્સ ઇન્સ્ટીટ્યૂટમાં થઇ. જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાલીમ પામેલા ભારતીય મૂળના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેવિન દેવીપ્રસાદે કરી છે.
ડો. કેવિનને નું કહેવું છે કે આ સર્જરી દ્વ્રારા 6 ઇંચ સુધી લંબાઇ વધારી (High Gain) શકાય છે. એવો દાવો કરાય છે કે આ સર્જરી સુરક્ષિત છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા પુત્રીના જન્મના 11 દિવસ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા
સર્જરી કેવી રીતે થઇ High Gain news
-
-
Hight gain
- -દર્દીની જાંઘમાં 6 નાના-નાના ચીરા (કાપા)મૂકવામાં આવ્યા.
- -કાપામાંથી શરીરના સૌથી લાંબા હાડકા ફીમરને અલગ કરવામાં આવ્યું.
- -પછી આ હાડકા સાથે નવા ઇન્પ્લાન્ટને જોડવામાં આવ્યું.
- – આ ઇમ્પ્લાન્ટ ધીમે-ધીમે ત્યાં સુધી વધતું રહેશે, જ્યાં સુધી હાડકું તેના નક્કી કરેલા આકારમાં આવી જાય.
- -નવા ઇમ્પ્લાન્ટને રિમોટથી કન્ટ્રોલ કરી શકાય છે. દર્દી તેને ઘેર બેઠા ઓપરેટ કરી શકે છે.
-
સર્જરીના બીજા દિવસે ચાલીને જોયું
અલ્ફાન્સોનું કહેવું છે કે સર્જરીના એક દિવસ પછી જ ડોક્ટર્સે મને ચાલવાનું કહ્યું. લોકો જેટલું સમજે છે. તેટલી આ સર્જરીમાં પીડી નથી થઇ. માત્ર ઊંઘવામાં થોડી તકલીફ થઇ હતી.