ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના તમામ સહયોગીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ, અમૃતપાલ સિંહ હજુ પણ પંજાબ પોલીસના હાથે ઝડપાયો નથી. દરમિયાન, પંજાબ સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે અમૃતપાલ હજુ પણ ફરાર છે. પંજાબ સરકારની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે પૂછ્યું કે 80 હજાર પોલીસકર્મીઓ શું કરી રહ્યા છે ? તેના જવાબમાં પંજાબ પોલીસે કોર્ટને જણાવ્યું કે અમૃતપાલ વિરુદ્ધ NSA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયુંઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ
અમૃતપાલ સિંહ કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે પંજાબ સરકારનું ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આખા ઓપરેશનનું પ્લાનિંગ કર્યું હતું તો પછી અમૃતપાલ ભાગી કેવી રીતે ગયો. તેના સિવાય તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી. કોર્ટે કહ્યું કે અમને પોલીસની કથા પર વિશ્વાસ નથી. પંજાબ સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વિનોદ ઘાઈએ કહ્યું કે પોલીસ પાસે હથિયાર હોવા છતાં અમને બળનો ઉપયોગ કરતા અટકાવી દેવામાં આવ્યા હતા. કેટલીક બાબતો એટલી સંવેદનશીલ હોય છે કે અમે તેને કોર્ટમાં જાહેર કરી શકતા નથી. અમે અમૃતપાલની ધરપકડ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ એનએસ શેખાવતે કહ્યું કે આટલી સુરક્ષા વચ્ચે તે ભાગી ગયો તો તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે.
ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએઃ જલંધરના એસીપી નિર્મલ સિંહ
બીજી બાજી જલંધરના એસીપી નિર્મલ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પંજાબમાં ઓપરેશન અમૃતપાલ ચાલી રહ્યું છે, તેના ઘણા સાથીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ લોકોની ધરપકડની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે અમે અહીં ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએ.
વિદેશી શક્તિઓ પંજાબનું વાતાવરણ ડહોળવાની કરી રહી છે કોશિશ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ મામલે કહ્યું કે પંજાબના લોકો તેમના ભાઈચારા માટે જાણીતા છે, પરંતુ કોઈ તેના પર ખરાબ દ્રષ્ટિ નાંખે તો પંજાબીઓ તે સહન કરતા નથી. તાજેતરમાં કેટલાક તત્વો એવા હતા જે વિદેશી શક્તિઓનો હાથો બનીને પંજાબમાં વાતાવરણ ડહોળવાની, નફરતભર્યા ભાષણ અને કાયદા વિરુદ્ધ બોલતા હતા. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને ઝડપી લેવામાં આવ્યા છે. અમારા માટે કોઈ અસામાજિક શક્તિ નહીં, પુસ્તકો પ્રાથમિકતા છે, .
Advertisement