Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > 5G મામલે એક્ટ્રેસ જૂહી ચાવલાની અરજી ફગાવાઇઃ ઉપરથી 20 લાખનો દંડ પણ થયો

5G મામલે એક્ટ્રેસ જૂહી ચાવલાની અરજી ફગાવાઇઃ ઉપરથી 20 લાખનો દંડ પણ થયો

0
117

દિલ્હી હાઇકોર્ટે કહ્યું- જૂહી અને તેના સાથીઓએ પબ્લિસિટી માટે આ અરજી કરી, તેમને પહેલાં સરકાર પાસે જવું હતું

નવી દિલ્હીઃ 5G ટેક્નોલોજી સામે અવાજ ઉઠાવનાર એક્ટ્રેસ જૂહી ચાવલાને કોર્ટમાં ( High Court rejected Juhi’s plea)પછડાટ મળી. પ્રયાવરણ પ્રેમી જૂહીએ 31 મેના રોજ આ સંદર્ભમાં દાખલ કરેલી અરજી દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે ફગાવી  દીધી. ઉલટાનું તેને 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારી દીધો.

જુહી ચાવલાએ અરજીમાં જણાવ્યું હતું કે ભારતમાં ટેલિકોમ કંપનીઓને 5જી ટ્રાયલ કરવાથી અટકાવવામાં આવે. જે અંગે આજે સુનાવણીમાં કોર્ટે જૂહીની અરજી કોઇ નક્કર કારણો સાથે કરાયેલી અરજી ગણાવી ફગાવી દીધી. જસ્ટિસ જેઆર મિધાની હાઇકોર્ટની બેન્ચે કહ્યું કે કોર્ટ આવતા પહેલાં જૂહીએ સરકાર પાસે જવુ જોઇતું હતું. સાથે કોર્ટે જૂહી સહિતના અરજદારો પર 20 લાખનો દંડ પણ કરી દીધો. કહ્યું કે આ અરજી માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ નવા CBI ડાયરેક્ટરનો આદેશ, કર્મચારીઓ નહીં પહેરી શકે જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝ

જૂહીએ 31 મેના રોજ અરજી કરી હતી

નોંધનીય છે કે જૂહી ચાવલાએ 31 મેના રોજ સામાજિક કાર્યકરો વીરેશ મલિક અને ટીના વાચ્છાની સાથે મળીને દિલ્હી હાઇકોર્ટમાં 5જી ટેક્નોલોજીના ભારતમાં પ્રવેશ સામે અરજી કરી હતી. જૂહીનું કહેવું હતું કે 5G આવ્યા બાદ ઇન્ટરનેટ સ્પીડની સાથે રેડિએશન પણ 100 ગણો વધી જશે. 24 કલાક, 12 મહિના, 365 દિવસ આપણે રેડિએશનમાં જ રહીશું. કોઇ પણ વ્યક્તિ, પશુ, છોડ-વૃક્ષો, ચકલીઓ સહિતના જીવ જંતુ તેનાથી બચી શકશે નહીં. 5જી પ્લાનથી સમગ્ર પૃથ્વીના પર્યાવરણ અને મનુષ્યના આરોગ્ય પર ગંભીર જોખમ સર્જાશે.

જૂહી ચાવલાએ પોતાનો પક્ષ મૂકતા એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે,

“અમે ટેક્નોલોજીની વિરુદ્ધ નથી. પરંતુ અમને તો લેટેસ્ટ ટેક્નોલોજીના ડિવાઇસ વાપરવામાં મજા પડે છે. જેમાં વાયરલેસ કમ્યુનિકેશન પણ સામેલ છે. પરંતુ આ લેટેસ્ટ ઉપકરણોના ઉપયોગની સાથે જ આપણે તેનાથી થનારા જોખમો અંગે સતત અસમંજસનમાં પણ રહી છીએ. જ્યારે અમે આ ઉપકરણો અને નેટવર્ક ટાવર્સથી નીકળતા રેડિએશન અંગે રિસર્ચ કરી તો રેડિએશન લોકોના આરોગ્ય માટે કેટલો હાનિકારક છે, તેના પુરતા કારણો મળ્યા.”

2 જૂને દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી

કોર્ટે ગત 2 જૂને પણ જૂહીની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં અરજી (High Court rejected Juhi’s plea)ને ડિફેક્ટિવ ગણાવી હતી. સાથે જ કહ્યું હતું કે આ માત્ર મીડિયા પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી છે. કોર્ટે જૂહીને સવાલ પણ કર્યો હતો કે જો તમને ટેક્નોલોજીથી સમસ્યા હતી તો પહેલાં તમે સરકાર સાથે આ અંગે વાત કેમ ન કરવાનું યોગ્ય કેમ ન સમજ્યુ? આવા મામલે સીધા કોર્ટમાં આવી ગયા.

આ પણ વાંચોઃ ગૂગલે કન્નડને ભારતની સૌથી ખરાબ ભાષા ગણાવી, વિરોધ થતા માંગી માફી

જસ્ટિસ જેઆર મિધાની બેન્ચે કહ્યું કે જૂહીએ પોતાના અધિકારો માટે પહેલાં સરકાર પાસે જવું હતું. જો ત્યાં તેમની વાત સાંભળવામાં આવી ન હોત તો પછી. તેમણે કોર્ટમાં આવવું હતું. જ્યારે જૂહીની અરજીના જવાબમાં પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઝના વકીલે કહ્યું કે ભારતમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરવી સરકારી પોલિસી છે. તેથી તેને ખોટો કાયદો ઠેરવી શકાય નહીં. કોર્ટે બુધવારે પોતોનો ચુકાદો અનામત રાખ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat