અદાણી મુદ્દે ખુલાસો કરીને ભારતના કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવનાર હિંડનબર્ગે ફરી મોટો દાવો કર્યો છે કે વધુ એક મોટો રિપોર્ટ સામે આવવાનો છે. હિંડનબર્ગનો સૌથી ચર્ચિત રિપોર્ટ અમેરિકાના ઓટો સેક્ટરની મોટી કંપની નિકોલા વિશે હતો. આ પછી આ રિસર્ચ ફર્મે અદાણી ગ્રુપ ઓફ ઈન્ડિયા પર એક રિપોર્ટ પણ બહાર પાડ્યો હતો. શેરબજારમાં પોતાના રિપોર્ટથી ભૂંકપ લાવનાર હિંડનબર્ગ રિસર્ચે વધુ એક મોટો રિપોર્ટ આગામી સમયમાં બહાર પાડવાની જાણકારી ટ્વિટર પર આપી છે.
Advertisement
Advertisement
પોતાના અહેવાલો દ્વારા શેરબજારમાં હલચલ મચાવનાર હિંડનબર્ગ રિસર્ચે હવે ટૂંક સમયમાં વધુ એક ‘મોટો રિપોર્ટ’ લાવવાનું કહ્યું છે. શોર્ટ સેલિંગ ફર્મે ટ્વીટમાં કહ્યું છે કે ટૂંક સમયમાં મોટો રિપોર્ટ આવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે હિંડનબર્ગના અગાઉના અહેવાલને કારણે ભારતીય અબજોપતિ બિઝનેસમેન ગૌતમ અદાણીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં, અદાણીની ઘણી કંપનીઓ સેબીની દેખરેખ હેઠળ આવી ગઈ છે.
Advertisement