Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી

જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી

0
59

જામનગર જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કાલાવડ તાલુકામાં 8 ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી પ્રસરી ગયા છે. લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.

ગોંડલ જામકંડોરણા હાઇવે પર પાણી ફરી વળતા તેને હાલ વાહન વ્યવ્હાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તંત્ર દ્વારા સલામાત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભારે વરસાદને લઈ નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે અને નદીઓના પાણી ખેતરોમાં ઘૂસી જતાં 15 થી 20 જેટલા મજૂર વાડીમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ગોંડલ પ્રાંત અધિકારી,ધારાસભ્ય પુત્ર,ફાયર ટીમ,તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂર પડ્યે હેલિકપ્ટરની મદદ લેવામાં આવશે તેવું પ્રાંત અધિકારી જણાવ્યું છે.

જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે. અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે.

રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવતાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. કંકાવટી ડેમ ઓવરફ્લો થતાં ઘુડશીયા, ફ્લા, બેરડા, અલીયાબાડા ગામમાં ડેમના પાણી ઘૂસ્યા છે. અલીયાબાડા ગામે પાણીમાં ફસાયેલા 25 લોકોને મનપા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat