Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

0
395

ગુજરાતમાં છેલ્લા કેટલા વિરામ બાદ બે સાયકલોનિક સ્સિટમ સક્રિય થઈ છે.જેના પગલે બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે જયારે સાબરકાંઠા,પાટણ,બનાસકાંઠામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે ,હાલમાં ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને પાસે તેમજ મધ્ય રાજસ્થાનમાં એમ સાયકલોનિક સ્સિટમ થઈ છે.જેના પગલે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે ઉત્તર ગુજરાતનાં અમદાવાદ ,સાબરકાંઠા,બનાસકાંઠા,અરવલ્લી,ખેડા,આણંદ,પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.જો કે વર્તમાન સ્થિને પગલે અમદાવાદને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે.

આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.5 ડિગ્રીનો વધારો થતાં 37.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવા શકયતા શેવાઇ રહી છે.અને સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.ભેજનું પ્રમાણ આજે સવારે 76ટકા અને સાંજે 53 ટકા નોંધાયું હતું.જયારે 40 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધારે ગરમી નોંધાઈ હતી.આ ઉંપરાત ડિસામાં 39.4,ગાંધીનગર 39 સુરેન્દ્રનગર 37.3 રાજકોટ 36.2 જેટલી ગરમીનો અનુભવ થયો હતો.

તૃણમૂલની મહારેલીમાં મમતા બેનર્જીનો આરોપ- મોદી સરકારે ઈવીએમ દ્વારા કરી ગેરરીતી