Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

0
631

અમદાવાદ શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા કેટલા સમયથી ભારે ગરમીથી લોકોમાં હાલ રાહત પણ જોવા મળી રહી છે.

સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. શરૂઆતમાં તો કાળા ડિબાંગ વાદળોએ સમગ્ર શહેરમાં અંધકાર ફેલાવી દીધો હતો. બાદમાં ભારે પવન ફૂંકાયો હતો. અને અંતે ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. આહલાદક વાતાવરણ સર્જાતાં અમદાવાદીઓ મંત્રંમુગ્ધ બની ગયા હતા.

ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વાર છે ત્યારે વાતવરણમાં આવેલા પલટાથી અમદાવાદીઓને ગરમીમાંથી અંશતઃ રાહત મળી હતી. શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, નારણપુરા, બોપલ, મકરબા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે.

વડોદરાની ગોત્રી હોસ્પિટલના ભોજનમાં જીવાત! દંપતીએ વિડીયો બનાવી અંધેર તંત્રની પોલ ખોલી