Gujarat Exclusive > દેશ-વિદેશ > તમિલનાડુમાં ભારે વરસાદથી 12 લોકોએ ગુમાવ્યો જીવ, NDRFની 11 ટીમ તૈનાત

તમિલનાડુમાં ભારે વરસાદથી 12 લોકોએ ગુમાવ્યો જીવ, NDRFની 11 ટીમ તૈનાત

0
42

ચેન્નાઇ: તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદથી જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઇ ચુક્યા છે. કેટલાક દિવસથી થઇ રહેલા વરસાદ વચ્ચે અઠવાડિયાના અંતમાં તમિલનાડુના કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગ અનુસાર 11 અને 12 નવેમ્બરે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ખતરાને જોતા NDRFની 11 ટીમને અલગ અલગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સાથે જ તમિલનાડુ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 7 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ વાતની જાણકારી તમિલનાડુ રેવન્યૂ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કેકેએસએસઆર રામચંદ્રને આપી છે.

200 મિમીથી વધુ વરસાદ પડી શકે છે

વિભાગ અનુસાર તમિલનાડુ, કરાઇક્કલમાં 12 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીની ઉપર બનનારા નિમ્ન દબાણના વિસ્તાર 12 નવેમ્બર સુધી એક ઉંડા દબાણમાં બદલાઇ જશે અને ઉત્તરી તમિલનાડુ કિનારા પર પહોચી જશે. જેને કારણે દરિયા કિનારા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ખતરાને જોતા રાજ્યના કેટલાક જિલ્લામાં 11 અને 12 નવેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સંભાવના છે કે કેટલાક વિસ્તારમાં 200 મિમી કરતા પણ વધુ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: 2002 રમખાણમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવા વિરૂદ્ધ અરજી, જાકિયા જાફરીએ SIT પર સવાલ ઉઠાવ્યા

લોકોને અપીલ- કારણ વગર બહાર ના નીકળો

સરકારે તમિલનાડુના લોકોને આગામી કેટલાક દિવસમાં ભારત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના અનુમાનને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા કહ્યુ છે. પ્રભાવિત ક્ષેત્રમાં લોકોને ગેર-જરૂરી આવન જાવનથી બચવુ જોઇએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat